Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડીયાદ અમદાવાદી દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો વેચાણ કરતો ઇસમ ઝડપાયો

Share

નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા મંજુરઇલાહી ઇમ્તિયાઝઅલી સૈયદ રહે-મીરા ફળીયું, બોમ્બે રેસ્ટોરન્ટની સામે, અમદાવાદી દરવાજા, નડીયાદમાં પોતાના ઘરમા ગેરકાયેદસર રીતે ગાંજો રાખે છે અને ગેરકાયદેસર રીતે ખાનગીમાં વેચાણ કરે છે જે માહિતી આધારે જગ્યાએ એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા આરોપીના રહેણાંક મકાનમાંથી એક પ્લાસ્ટીકના ઝભલામાં રાખેલ વનસ્પતિ જન્ય ભેજયુક્ત ગાંજો જેનુ વજન ૧.૨૬૧ કિ.ગ્રા. કિં.રૂ.૧૨ હજાર ૬૧૦ તથા એક  મોબાઇલ તથા ચાર્જેબલ વજન કાંટો  કુલ મળી  કિં.રૂ. ૧૩ હજાર ૬૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને  નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વોન્ટેડ આરોપી રાજુ નામના ઇસમ જેનું પુરુ નામ ખબર નથી રહે- અશ્વિનીકુમાર વિસ્તાર, રેલ્વે ફાટક પાસે, સુરત. પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતિહાસ નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન  નડીયાદ રેલ્વે પોલીસ સ્ટેશન  નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ગુના નોંધાયા છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

F.B પર મહિલાના નામ નું ફેક એકાઉન્ટ બનાવ્યું.પછી જાણો શુ થયું

ProudOfGujarat

અમદાવાદ-યુવાનના પેન્ટના ખિસ્સામાં Honor કંપનીના મોબાઈલમાં થયો બ્લાસ્ટ…..

ProudOfGujarat

વ્યાજખોરીના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની વિશેષ મેગા ડ્રાઇવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!