Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહુધા ખાતે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયપત્રોનું વિતરણ કરાયુ.

Share

આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ ૨૦૨૩ ની ઉજવણીના અનુસંધાનમાં કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની અઘ્યક્ષતામાં તાલુકા કક્ષાનો કૃષિ મેળો, ૨૨ ગામ પાટીદાર સમાજ વાડી, મહુધા ખાતે ખેતીવાડી વિભાગ, ખેડા જિલ્લા પંચાયત દ્વારા યોજાયો. જેમાં મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત ટ્રેક્ટર અને રોટાવેટરના કુલ પાંચ લાભાર્થીઓને રૂ. ૨.૩ લાખના સહાયપત્રોનું વિતરણ કરવામાં આવ્યું. તથા મહુધા તાલુકાના ગામોમાં રાગી, કોદરી, બાવટો વગેરે મિલેટ્સની ખેતી કરતા કુલ પાંચ ખેડૂતોનું મિલેટ્સ પ્રોત્સાહન કીટ અને સન્માન પત્રો આપી સન્માન કરવામાં આવ્યું. કૃષિ મેળામાં લોક કલાકારો દ્વારા મિલેટ્સના લાભ વિશે જાગૃતિ આપતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ખેતી સંલગ્ન વિવિધ બાબતોની માહિતી આપતા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ ૨૦૨૩ ઉજવણી અંતર્ગત ભારત સહિત વિશ્વમાં મિલેટ્સના વધતા ઉપયોગ વિશે વાત કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું ભારત આજે પણ ખેતી પ્રધાન દેશ છે ત્યારે નવી પેઢીના ખેડૂતોને પરંપરાગત ઢબની ખેતી થી આગળ વધીને ખેતીમાં નવતર પ્રયોગના સાહસ કરવા હાકલ કરી હતી. સાથે સાથે તેમણે ખેતી, આરોગ્ય, પાણી બચાવ, પશુપાલન અને આરોગ્યને લગતાં વિવિધ લોકશિક્ષણના મુદ્દાઓને સરળ શૈલીમાં રજૂ કરી ઉપસ્થિત સૌને પોઝિટિવ મિલેટ્સ એટલે કે બાજરી, રાગી, જુવાર વગેરેના ઉપયોગને વધારવા અને આવા ઉમદા પ્રયત્નો થકી ખેડૂતોને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. સાથે સાથે મંત્રીએ કૃષિ સંલગ્ન વિવિધ સ્ટોલની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્ટોલધારકોને પ્રોત્સાહિત કર્યા હતા.

મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહીડાએ મહુધા તાલુકાના ખેતીના વાવેતર અને વિવિધ કૃષિ સહાય યોજનાઓની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રધામંત્રી કિશાન સન્માન નિધિ યોજના હેઠળ મહુધાના કુલ ૨૩,૪૭૩ ખેડૂતો પ્રતિ વર્ષ રૂ.૬ હજાર ની સહાય આપવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ રૂ.૧૯૭ કરોડની સહાય મળેલ છે. ઉપરાંત ખેડૂત અકસ્માત વીમા યોજનામાં ખેડા જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૧૧૯ લાભાર્થીઓને રૂ. ૨૩૮ લાખ વીમા વળતર પેટે ચૂકવવામાં આવેલ છે. ધારાસભ્યએ પ્રાકૃતિક ખેતી, દેશી ગાય આધારિત ખેતી અને મિલેટ્સના ઉપયોગનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.એચ.રબારીએ મિલેટ્સમેન ડો. કાદરવલ્લીને યાદ કરતા મિલેટ્સના વિવિધ પ્રકારો એટલે પોઝીટીવ, નેગેટીવ અને ન્યુટ્રલ મિલેટ્સનુ સરળ શબ્દોમાં વર્ગીકરણ કર્યુ હતુ. જેમાં પોઝીટીવ મિલેટ્સમાં કોદરી, રાગી વગેરેના સ્વાસ્થ્યને લગતા ફાયદાની વાત તેમણે કરી હતી. તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેથલીના કૃષિ વૈજ્ઞાનિક  કલ્પેશભાઈએ ખેતીમાં વૈજ્ઞાનીક પદ્ધતિના ઉપયોગ, પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ વિશે માહિતિ આપી હતી. આ કૃષિ મેળામાં મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહીડા, જિલ્લા ખેતીવાડી અધિકારી  ડી.એચ. રબારી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર  જીતેન્દ્ર સુથાર, અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામશિલ્પીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : સેવાશ્રમ રોડ પર બેકાબુ બનેલ ફોર વ્હીલ કાર સ્ટેચ્યૂ પાર્ક પાસેની દિવાલમાં ઘુસી જતા દોડધામ.

ProudOfGujarat

હરિયાણા ખાતેથી ટ્રેન મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી સુરત રેલ્વે ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

અંકલેશ્વરની લ્યુપીન લિમિટેડ કંપનીને ASQ તરફથી સિલ્વર પ્રાઈઝ પ્રાપ્ત થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!