નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રહેતા કાપડના વેપાર ચીરાગભાઈ ભરતકુમાર ચાવલા ગત જુલાઈ માસમાં વેપરના કામે નડિયાદથી વડોદરા ટ્રેનમાં જઈ રહ્યા હતા. દરમિયાન એક અજાણી વ્યક્તિના સંપર્કમાં આવ્યાં અને પોતાના મોબાઈલ ફોનમાં નાણાં મેળવવાની લાલચમાં આવી એક ઇન્વેસ્ટમેન્ટની એપ્લીકેશન મારફતે એકાઉન્ટ બનાવ્યું હતું. બીજા દિવસે આ એકાઉન્ટ ઓપન કરતાં તેમા જુદા જુદા ટાસ્ક મારફતે રૂપિયા મળશે તેવુ હતુ ચીરાગભાઈએ વારાફરતી જુદાજુદા દિવસો દરમિયાન આ એપ્લિકેશનમા કુલ રૂપિયા ૨૧ લાખ ૨૯ હજાર ૩૪૨ રોક્યા હતા. જેના સ્ક્રીન સોર્ટ પણ આ એપ્લિકેશનના ચેટ બોક્ષ પર અપલોડ કર્યા હતા. ત્યારબાદ મળવાપાત્ર રકમ ન મળતા અને છેલ્લા પાંચ એક દિવસથી આ એપ્લિકેશન બરાબર કામ ન કરતી હોવાથી ચિરાગભાઈ પરેશાન થઇ ગયા હતા. બીજી તરફ ચિરાગભાઈ મોટી રકમ મિત્ર પાસેથી લીધેલ હતી અને આ એપ્લિકેશન મારફતે પોતાની સાથે વિશ્વાસઘાત થયાનો અહેસાસ થતાં આ મામલે આજે તેઓએ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ