નડીયાદ શહેરમાં સંતરામ દેરી નજીક સૌથી મોટા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સમર્પણ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શકિત ઉત્સવ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. ગરબા ગ્રાઉન્ડમાં એક સાથે ૧૦ હજારથી વધુ ખેલૈયાઓ ગરબા રમી શકશે. ગ્રાઉન્ડ ખાતે કેમેરા, ડોકટર ટીમ, એમ્બ્યુલન્સ, ફાયર સેફટી ટીમ પાર્કિંગ વોશરૂમની સુવિધા તેમજ ગ્રાઉન્ડમાં સિક્યુરીટી માટે ૫૦ ઉપરાંત બાઉન્સરો તેમજ સિક્યુરીટી ગાર્ડ ખડેપગે તૈનાત રહેશે.
આ ગરબા મહોત્સવના આયોજક કાઉન્સીલર સંજય પટેલ, પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, સમર્પણ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શકિત ઉત્સવ દ્વારા દ્વિતિય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડમાં લાઇટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. તા. ૧૫ મી નારોજ રવિવારે રાત્રે ૮.૩૦ કલાકે માં અંબિકાની આરાધના સાથે ગરબા મહોત્સવનું પ્રારંભ થશે. ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને ગરબા રમવામાં કોઇ મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડમાં ડોકટર ટીમ, એમ્બ્યુલન્સ, ફાયર સેફટી અંગે સ્પે. ટીમ, ફૂડઝોન, વોશરૂમ તેમજ સિનિયર સિટિઝન માટે બેસવા માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત રાત્રે ૯ થી ૧૧ વાગ્યા સુધી દિવ્યાંગ ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
નરેશ ગનવાણી : નડિયાદ
નડીયાદ શહેરમાં એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શકિત ઉત્સવ પરિવાર દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરાયું
Advertisement