Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના ઉત્તરસંડામાં સી.આર.પાટીલના હસ્તે વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત.

Share

સનરાઇઝ ઉત્તરસંડાના ઉપક્રમે સનરાઇઝ ઉત્તરસંડા દ્વારા પૂ.સુરજબા સરોવર (જુનું ગોયા તળાવ) તથા વેરા તળાવના બ્યુટીફીકેશન, આર્યન અર્જુન સહાના ચિલ્ડ્રન પાર્ક,સીનીયર સીટીઝન પાર્ક અને ઉત્તરસંડાના બંને બસ સ્ટેન્ડના આધુનિકરણ, પુસ્તકાલયનું નવીનીકરણ અને ખાતમુહૂર્ત ગુજરાતના અન્ય ગામો માટે પ્રેરણારૂપ બની રહેશે તેમ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલએ જણાવ્યું હતું.

ઉત્તરસંડા મુકામે યોજાયેલા કાર્યક્રમમા જનમેદનીને સંબોધતા અધ્યક્ષ સી.આર. પાટીલએ જણાવ્યું હતું કે, ગામના વિકાસ માટે જાગૃત્તિ છે અને આવું સુંદર આયોજન કર્યુ છે તેમાં ગામ લોકોએ ઉમળકાભેર ભાગ લીધો છે તેજ બતાવે છે કે ગામજનોમાં વિકાસની ભુખ છે. પહેલાના સમયમાં નદી-તળાવના કિનારે ગામો વસતા હતા. જ્યારે આજે ગામોમાં તળાવોને અલંકૃત કરી તળાવોનું મહત્વ સમજાયું છે. અનેક તળાવો ડેવલોપ કરવા તેના માટે ખૂબ દાન આપવું અને વતનમાં ઉદ્યોગોના વિકાસ માટે મુંબઇના પૂર્વ શેરીફ અને આ ગામના પનોતા પુત્ર ર્ડો મોહનભાઇ પટેલને હું વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન આપુ છું.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશના વિકાસ માટે સતત કાર્યશીલ છે અને તેઓના મતે વિકાસની વ્યાખ્યા વિશાળ છે. ગામના રહેવાસીઓને શુધ્ધ હવા, પાણી, શિક્ષણ, આરોગ્ય અને ગામમાં જ આર્થિક ઉપાજન કરી શકે તે છે. લોકોને આજીવિકા માટે અવરજવરનો ખર્ચ અને સમય બચે તે માટે ગામડાઓના વિકાસ ઉપર તેઓ ભાર મૂકે છે. વિરોધ પક્ષોને આ વિકાસ પર હસવું આવે છે પરંતુ દેશના નાગરિકોમાં વડાપ્રધાનએ વિકાસની ભૂખ જગાવી છે. દેશના નાગરિકોને વિશ્વાસ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ દેશનો વિકાસ કરશે. આ માટે તેઓ સરકારની સાથે વિકાસમાં ભાગીદાર થવા પીપીપી મોડને પણ અમલમાં મૂક્યો છે. આપણી સરકારે વતન પ્રેમીઓને જન્મભૂમિ-માતૃભૂમિનું ઋણ ચુકવવાની ઉત્તમ તક આપવા જન હિતના વિકાસ કાર્યોમાં, જનભાગીદારીના સૌથી મોટા અભિયાન તરીકે ‘‘માદરે વતન યોજના‘‘ અમલમાં મૂકવામાં આવે છે. ઉત્તરસંડા ગામના વિકાસ માટે અંદાજે રૂા.૨.૫ કરોડ જેટલી રકમ ફક્ત એક જ દાતા દ્વારા મળેલ છે. તેમાં ૪૦ ટકા જેટલી રકમ સરકાર દ્વારા ઉમેરવામાં આવશે. જો વધુ ખર્ચ થશે તો અમે વધુ રકમ માટે મુખ્યમંત્રીને ભલામણ કરીશું. ઉત્તરસંડા ગામ માટે એક જ શબ્દમાં કહીએ તો સુખી સમૃધ્ધ ગામ છે. પાપડ ઉદ્યોગથી શરૂ થયેલા આ ગામે દેશ વિદેશમાં નામના મેળવી છે. ૩૫ જેટલી નાની મોટી ફેક્ટરીઓ આ ગામમાં છે. નાના ઉદ્યોગોના કારણે ગામનો વિકાસ થાય છે. અને નબળા કુટુંબો પગભર થાય છે. સર્વાંગી વિકાસનું કામ ઉત્તરસંડામાં થયું છે. હજુ વધુ વિકાસ થાય તેવી આશા છે. તેઓશ્રીએ ગામના વિકાસ માટે લાંબાગાળાનું આયોજન કરી વિદેશ ગયેલ સાધન સંપન્ન લોકોનો સંપર્ક કરી ગામના વિકાસની રૂપરેખા રજૂ કરવા જણાવ્યું. નવસારી જિલ્લામાં પણ ઘણી અદ્યતન સ્કૂલો દાતાઓના સહાયથી બનેલી છે. કુપોષિત બાળકોની પણ તેઓએ ચિંતા કરી તેઓને સહાયરૂપ થવા જાહેર અપીલ કરી હતી. ‘‘આવો બધા આગળ આવીએ – વિકાસમાં અવરોધો ઉભા ન કરીએ‘‘ તેવું તેઓએ જણાવ્યું હતું. સૌ સાથે મળી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરી દેશને ઉન્નતિના શિખરો ઉપર લઇ જઇએ.

આ પ્રસંગે ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણના કેબિનેટ અર્જુનસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, સરકારની સાથે સાથે દાતાઓના દાનથી ગામનો વિકાસ ખુબ થયો છે. સૌ દાતાઓને વંદન સાથે અભિનંદન વ્યકત કર્યા હતા. ઉતરસંડા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આશા વ્યકત કરી હતી. ગામમાં વિકાસનો ઉત્સાહ જોવા મળે છે. ઉત્તમમાંથી આ ગામ સર્વોત્તમ થશે. સૌનો સાથ સૌનો વિકાસ આ સરકાર કરી રહી છે. સરકારની અનેક યોજનાઓના લાભ લેવા તેઓએ ગ્રામજનોને અપીલ કરી હતી.

વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગામડાઓના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ખુબ જ જરૂરી છે. ગામમાંથી નગરપાલિકા તરફ આગળ આવી રહયા છીએ. નગરપાલિકા માટેના માપદંડોને અનુલક્ષીને ઉતરસંડાનો વિકાસ કરી રહયા છીએ. આવનાર સમયમાં ઉતરસંડા પાસેથી બુલેટ ટ્રેનથી પસાર થાય છે અને તેનું સ્ટોપેજ પણ ઉતરસંડામાં મળશે. વિકાસ માટે અનેક પ્રયત્નો કરતા હોય છે. ગામનો વિકાસ થાય તે જરૂરી છે. કણજરી પહેલા ગ્રામ પંચાયત હતી તે હવે નગરપાલિકા થઇ છે. ઉતરસંડાનો વિકાસ પણ તે જ રીતે ખુબ આગળ વધ્યો છે. ગામમાં સત્તા ઉપર નવી બોડી આવી છે ત્યારે ગામનો વિકાસ કરવો ખુબજ જરૂરી છે. ગામને વસ્તિના ધોરણે રૂપિયાની ગ્રાન્ટ ફળવાય છે. ઉત્તરસંડાના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તે જોવું પડશે. સરકાર તમામ મદદ કરવા તત્પર છે.

સરપંચ ઇશીતભાઇ જગદીશભાઇ પટેલએ સ્વાગત પ્રવચન કરી કાર્યકમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, સનરાઇઝ ઉત્તરસંડા હેઠળ ગામના વિકાસમા ઉપયેાગમા આવતા સાધનો જેવા કે ટ્રેકટર, ટ્રેકટરની ટ્રોલી, ગાર્બેજ હાઇડ્રોલિક ટીયર (૨-છોટા હાથી) ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બ્યુટીફીકેશન માટે ડીવાઇડર પર પ્લાન્ટના કુંડા, લલીતબા ટાવરનું રીનોવેશન અને પબ્લિક શૌચાલય જેવા કામો કરવામાં આવ્યા છે. જ્યારે આવનાર દિવસોમાં ગામના વિકાસ માટે સુરજબા સરોવર (જુનુ ગોયા તળાવ) નું નવીનીકરણ, વેરા તળાવનું નવીનીકરણ, બંને બસ સ્ટેન્ડનું નવીનીકરણ, ચિલ્ડ્રન પાર્ક / સીનીયર સીટીઝન પાર્ક, પુસ્તકાલય અને ગામની ડ્રેનેજનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવનાર છે.

માજી સરપંચ, કૌશિકભાઇ કે. પટેલ, હરિહરભાઇ બેચરભાઇ પટેલ તથા દાતાશ્રીઓ ઉપસ્થિત રહયા હતા અને તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. નડિયાદ બીએપીએસના કોઠારી સ્વામી સર્વમંગલ સ્વામીએ આર્શીવચન પાઠવ્યા હતા. આ કાર્યક્મમાં ભાજપ સંગઠન મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમખ વિપુલભાઇ પટેલ, ભાજપ મંત્રી જ્હાનવીબેન વ્યાસ, ફાલ્ગુનીબેન, પ્રવિણભાઇ, કૌશિકભાઇ પટેલ, હિનલબેન પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી વિકાસભાઇ શાહ સહિત ઉતરસંડાના અગ્રણીઓ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે સૌએ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : નગરપાલિકા ખાતે વિરોધપક્ષ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવા સામે સત્તાધારી પક્ષે પોલીસની દીવાલ ઊભી કરી.

ProudOfGujarat

મેડવે ટેકનોલોજીસના મેડપે કનેક્ટેડ કેર નેટવર્ક દ્વારા આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ તેના ગ્રાહકો માટે રજૂ કરે છે કેશલેસ ઓપીડી સર્વિસ.

ProudOfGujarat

સીંધોત ગામથી કરમાલી ગામ વચ્ચે રોડની સાઈડમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!