વડતાલ પોલીસની ટીમ પેટ્રોલીંગ દરમ્યાન સંયુક્ત બાતમી મળેલ કે એક મહીલા કે જેણે શરીરે એસ કલરની અડધી બાંયની ટી-શર્ટ તથા વાદળી કલરની નાઇટ પેન્ટ તથા બીજી એક મહિલા જેણે શરીર કાળા કલરનો ટોપ જેમાં લાલ-પીળા કલરના ઝીણા ફુલવાળી ડીઝાઇન તથા પીળા કલરની લેંગીસ પહેરેલ મહિલાઓ ચોરી કરવાના ઇરાદાથી તેમજ શકમંદ હાલતમાં ફરતી હોવાની હકિકત મળતાં બન્ને મહિલાઓને વડતાલ પોલીસ સ્ટેશનએ લાવી પુછપરછ કરતાં જેમાં એકે પોતાનું નામ રમીલાબેન નરેશભાઇ ભીલ (રહે.નડિયાદ, કનિપુરા) અને કોકીલાબેન સતિષભાઈ વસાવા (રહે.વડોદરા, મધુનગર) હોવાનું જણાવ્યું હતું. આ બે મહિલા રોકડ રૂપિયા ૧૮ હજાર ૫૦૦ અને સોનાની અલગ અલગ ગ્રામની બે રણી મળી કુલ રૂપિયા ૨ લાખ ૪૯ હજાર ૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. બન્ને મહિલાઓની કડક પૂછપરછમાં આરોપી રમીલાબેન ભીલે અગાઉ વડતાલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં તેમજ પાવાગઢ ખાતે વિવિધ ગુનાઓ મળી કુલ સાત ચોરીના ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી હતી. જેમાં મોટેભાગે ચેઈન તફડાવવાના ગુનાઓનો સમાવેશ થાય છે. પોલીસે આ બંને મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ