Proud of Gujarat
FeaturedGujaratINDIA

કપડવંજના બે મકાનોમાંથી સ્ટાર એ શ્રેણીમાં આવતા ૫૯ કાચબા મળી આવ્યા

Share

કપડવંજ શહેરના બે મકાનોમાંથી સોમવારે રાત્રે વાઇલ્ડ લાઇફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો મુંબઈ અને વનવિભાગ કપડવંજની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી સ્ટાર એ શ્રેણીમાં આવતા ૫૯ કાચબાને બચાવવામાં આવ્યા હતા.

કપડવંજના અર્બુદાનગર સોસાયટીમાં રહેતા અને કાપડના વેપાર સાથે સંકળાયેલા કિશન કુમાર બંસીદાસ સામંતાની મકાનના ઘરમાં બાતમી મુજબ તપાસ કરતા ૩૫ કાચબા મળી આવ્યા હતા, તેમજ તેઓના ઘરની પાછળ આવેલ અન્ય એક બળવંતભાઈ ગોવિંદભાઈ પટેલના મકાનમાં તપાસ કરતા ત્યાંથી વધુ ૨૪ કાચબા મળી કુલ ૫૯ કાચબા મળી આવ્યા હતા. મોટી સંખ્યામાં સ્ટાર કાચબા મળી આવતા ક્રાઈમ કંટ્રોલ બ્યુરો મુંબઈ અને કપડવંજ વન વિભાગ દ્વારા બંને મકાનમાલિકોની અટકાયત કરી તેમની વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઓન લાઈન ગુજરાતી કવિ સંમેલનનું ઉદ્ઘાટન કલાકાર જનક ઠક્કર દ્વારા કરવામાં આવ્યું.

ProudOfGujarat

સુરત ખાતે દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજનો પાંચમો સમૂહલગ્નોત્સવ યોજાશે.

ProudOfGujarat

ઝઘડિયાનાં સરસાડ ગામે પાંચ ખેડૂતોનાં ખેતરમાં સિંચાઈ સાધનોની તોડફોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!