જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “અમૃત કળશ યાત્રા”ના આયોજન અંગે તા.૦૫-૧૦-૨૦૨૩ ના રોજ મીટીંગ યોજવામાં આવી હતી.
આ બેઠકમાં ખેડા જિલ્લાની ૫૨૨ ગ્રામ પંચાયતોમાં તા.૦૬ થી ૧૩ ઓક્ટોબર દરમિયાન ગ્રામ પંચાયત કક્ષાએ અને નગરપાલિકાઓમાં વોર્ડ કક્ષાએ તથા તા.૧૪ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન તાલુકા પંચાયત અને નગરપાલિકા ખાતે કરવાના આયોજન અંગે કલેકટર દ્વારા સમીક્ષા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તેમજ સમાજના તમામ વર્ગો જેવા કે મહિલાઓ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, બક્ષીપંચ, ખેડૂતો પશુપાલકો, લઘુમતી વગેરે રાષ્ટ્રનિર્માણમાં મહત્વનો ભાગ ભજવે અને તેઓમાં દેશભક્તિની ભાવના પ્રબળ બને અને સમાજની મુખ્યધારામાં વિશેષ ભાગીદારી બની રહે તે રીતે મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ભાગ લે તે માટે કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ દ્વારા મીટીંગમાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારીઓને કાર્યક્રમ સંબંધિત જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, ઈ.ચા. નિયામક વી.સી. બોડાણા, તમામ તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફીસરઓ તથા અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ