Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જીલ્લા કલેકટરએ પૂજય બાપુને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ થકી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

Share

ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૫ મી જન્મ જયંતી એ નડિયાદ ખાતે આવેલ સરદાર પટેલ ભવન પાસે  પૂજ્ય બાપુના સ્મારક પર સુતરની આંટી પહેરાવી ગાંધીજીને ભાવ સભર વંદન કરી પુષ્પાંજલિ થકી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

કલેક્ટર એ વધુમાં પૂજ્ય બાપુને યાદ કરતા જણાવ્યું હતું કે, આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ છે અને સાથોસાથ ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે. આ બંને ભારતમાતાના સપૂતોને દેશ ક્યારે ભુલશે નહિ. વધુમાં કલેક્ટરે જણાવ્યું કે, “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આ વર્ષે “સ્વચ્છતા હી સેવા” અભિયાન ઉજ્જવવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં આ અભિયાનને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની સાથે શહેરી વિસ્તારમાં પણ બહોળી સંખ્યામાં લોકો મહાશ્રમદાન અભિયાનમાં ભાગ લીધો છે. સાથોસાથ આવનારા સમય ભારતના લોકો સ્વચ્છતાને વધુ મહત્વ આપશે એવી કલેકટર એ આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર બી.એસ.પટેલ, પ્રાંત અધિકારી  જે.એમ.ભોરણીયા, નગરપાલિકા ચીફ ઓફિસર  રુદ્રેશ હુદડ અને ખેડા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચોક ખાતે 150મી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ઝાડેશ્વર કન્યા શાળા ખાતે અતુલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરાયું

ProudOfGujarat

બેફામ રીતે હંકારતા વાહન ચાલકો સુધરી જજો.પોલીસનો નવતર પ્રયોગ.સ્પીડ ગનથી વાહનોની ગતિ જાણી કાયદેસરના પગલાં લેવાશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!