Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રંગોત્સવની દબદબાભેર ઉજવણી.

Share

નડિયાદ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ઉત્સવ નગરી વડતાલ ખાતે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા બ્રહ્મનિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં પૂનમના રોજ દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. જેમાં સંતો દ્વારા પ૦૦૦ હજાર કિલોથી વધુ અલગ અલગ કલર સાથે અબિલ ગુલાલને હવામા સો ફૂટ જેટલા ઊંચા બ્લાસ્ટ કરી આકાશી કલર હરિભક્તો ઉપર ઉડાડવામાં આવ્યો હતો. આચાર્ય મહારાજ, લાલજી મહારાજ તથા સંતો દ્વારા ત્રણ પિચકારીથી શ્રીજી મહારાજના પ્રસાદીના કેસુડાનું પાણી છાંટવામાં આવતા હરિભક્તોએ ધન્યતાની લાગણી અનુભવી હતી.

વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંતવલ્લભ સ્વામી એ જણાવ્યું હતું કે , વડતાલધામમાં વર્ષ દરમિયાન અલગ-અલગ ૪૦ થી વધુ ઉત્સવ ઉજવાય છે જેથી વડતાલધામ હવે સંપ્રદાયની ઉત્સવનગરી બની ગઈ છે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ભાગ લઇ શ્રીજીનો રાજીપો પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રીહરિએ 200 વર્ષ પૂર્વે વિવિધ જગ્યાએ 27 થી વધુ રંગોત્સવની ઉજવણી કરી હતી, જેમાં વડતાલ જ્ઞાનબાગમાં ઉજવાયેલ રંગોત્સવ સમગ્ર સંપ્રદાયમાં શિરમોર છે. નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો બનાવ્યો હતો જેમાં શ્રી હરિ હિંડોળામાં ૧૨ સ્વરૂપે બિરાજી ભક્તોને કેસુડાના જળ તથા ગુલાલ ઉડાડી રંગ ઉત્સવની ઉજવણી કરી હતી. સંતો હરિભક્તો પણ શ્રીજીના રંગથી રંગાઈ ધન્યતા અનુભવી હતી જે પરંપરા આજે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલી આવે છે. ફાગણી પૂનમના રોજ દેવોને રંગબેરંગી વસ્ત્રો ધારણ કરાયા હતા. અક્ષરભુવન પાછળ આવેલ વિશાળ ચોકમાં બનાવેલ વિશાળ સ્ટેજ પર આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ચેરમેન દેવપ્રકાશ સ્વામી, ડો સંત સ્વામી મુખ્ય કોઠારી, સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી વિષ્ણુ પ્રકાશ સ્વામી અથાણાવાળા ધર્મજીવન સ્વામી સહિત અગ્રણી સંતો ઉપસ્થિત રહ્યા હતા.

વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ તથા સંતોનું પૂજન કરવામાં આવ્યું હતું. મહોત્સવની સેવાનો લાભ અમિતભાઈ પટેલ ચાંગાવાળા તથા એક હરિકૃષ્ણ મહારાજના પ્રેમી હરિભક્તે લીધો હતો. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી – છારોડી ગુરૂકુલે રંગોત્સવની કથાનું અદભુત રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે દેવ પ્રકાશ સ્વામી, ડો સંત સ્વામી, શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી વિષ્ણુ પ્રકાશ સ્વામી અથાણાવાળા ધર્મજીવન સ્વામી વગેરેએ રંગોત્સવને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આચાર્ય મહારાજ લાલજી મહારાજ તથા સંતો દ્વારા વડતાલનું પંચાંગ નિર્ણય તથા સદભાવના નોટબુક ચોપડાનું વિમોચન કરવામાં આવ્યું હતું. વડતાલ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવ અને નૂતન અક્ષરભુવન નિર્માણ માટે વંદુના પદ કરવાની હરિભક્તોને જાહેર અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ આચાર્ય મહારાજ અને અગ્રણી સંતોએ શ્રીજી મહારાજનું પૂજન કરી આરતી ઉતારી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાંચ હજાર કિલોથી વધુ અબીલ ગુલાલ તથા વિવિધ કલરના ૧૦૦ ફૂટથી ઊંચા બ્લાસ્ટ કરવામાં આવતા સમગ્ર આકાશ રંગીન બની ગયું હતું જ્યારે ત્રણ પિચકારીથી કેસુડાના જળથી હરિભક્તોને રંગવામાં આવતા ભક્તો ભાવવિભોર બની ગયા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થાનું સંચાલન શ્યામવલ્લભ સ્વામી તથા સ્વયંસેવક ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગરીબોનું અન્ન લૂંટનારા :લૂંટારા વલસાડના કુખ્યાત કાળાબજારી જીતુ કચ્છી અને ઇસ્માઇલ રાણા પીબીએમ બાદ જેલમાં ધકેલાયા

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં માનનીય મંત્રી શ્રી ગણપત સિંહ વસાવાની આગેવાની હેઠળ ખેડૂતો, વેપારી અને મિત્રો વર્તુળોમાંથી આશરે 11લાખ રૂપિયાનો ચેક સરકારમાં જમા કરાવ્યો.

ProudOfGujarat

શહેરા ખાતે હિન્દુ એકતા મંચ દ્રારા બાઈક રેલીનુ આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!