ધી નડીયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજ નડિયાદમાં તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ૧૧ વાગે ગાયત્રી પરિવાર, નડિયાદના રજનીકાંતભાઈ ઠાકર તેમજ તેમની ટીમ દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સી.બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદની કુલ ૨૧૦ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. ઓએમઆર પદ્ધતિથી લેવાયેલ આ પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓએ પોતાનો ઉત્સાહ દાખવ્યો હતો. આ પરીક્ષાનું સંચાલન આચાર્યના માર્ગદર્શનથી હિન્દી વિભાગના અધ્યાપક ડો. ચિરાગભાઈ પરમાર તેમજ હિન્દી વિભાગના અધ્યાપકોએ કર્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement