Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદનાં વસોના પલાણા ગામે મકાનમાંથી તસ્કરોએ ૧.૪૧ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર

Share

વસોના પલાણા ગામે પરિવાર ઈદે મીલાદની ઉજવણી કરવા ગયો અને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો  રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી  કુલ  રૂપિયા ૧.૪૧ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા છે. આ બનાવ મામલે વસો પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વસો તાલુકાના પલાણા ગામે કસ્બામાં મસ્જીદ પાસે રહેતા  બિસ્મીલ્લાખાન હુસેનખાન પઠાણ  પરિવાર સાથે ગત 28મી સપ્ટેમ્બરના રોજ ઈદનો તહેવાર ઉજવવા  પરિવાર સાથે સાસરીમાં મકાન બંધ કરી ગયા હતા અને બીજા દિવસે બપોરે પરત આવતાં પોતાનું મકાન ખુલ્લુ હતું. અંદર ઘરનો સામાન વેરવિખેર હાલતમાં હતો. અને તીજોરીના લોકરમાં મૂકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧ લાખ ૪૧ હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આથી આ સંદર્ભે બિસ્મીલ્લાખાન પઠાણે વસો પોલીસમાં જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે  ફરિયાદના આધારે  ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર : ઓરેન્જ હોસ્પિટલના પાર્કિંગમાંથી ફોર વ્હીલ ઇકો ચોરીનો બનાવ સામે આવ્યો..!

ProudOfGujarat

સુરત : ધો. ૧૦ની વિદ્યાર્થીની પર ૫ યુવકોએ કર્યો રેપ.

ProudOfGujarat

નેત્રંગનાં કંબોડિયા ગામે ટ્રકને અકસ્માત નડતાં ટ્રક ડ્રાઈવર ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!