Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કઠલાલના રૂઘનાથપુરામા ઘરના છત પર કપડા સૂકવવા જતાં વીજ વાયરને અડકી જતાં બે મહિલાઓનાં મોત

Share

કઠલાલના રૂઘનાથપુરામા રહેતા ભોઈ પરિવારની બે પુત્રવધુને કરંટ લાગતા બંને મોતના મુખમાં ધકેલાઈ છે. દેરાણી-જેઠાણી પૈકી એક ઘરના છત પર કપડા સૂકવવા જતાં વીજ વાયરને અડકી જતાં વીજ કરંટ લાગ્યો છે. તો બીજી મહિલા બચાવવા જતાં તેને પણ કરંટ લાગતા બન્નેના કમકમાટીભર્યા મોત નિપજયા છે. એક જ ઘરની દેરાણી-જેઠાણીને વીજ કરંટ લાગતા પરિવારમાં ભારે માતમ છવાયો છે.

કઠલાલ તાલુકાના રૂઘનાથપુરામા રહેતા સુધાબેન દિલીપભાઈ ભોઈ (ઉ.વ.40) અને ભાવનાબેન વિક્રમભાઈ ભોઈ (ઉ.વ.32) બંન્ને દેરાણી જેઠાણી છે. શુક્રવારે  એક મહિલા પોતાના ઘરની છત પર કપડા સૂકવવા ગઈ હતી. આ દરમિયાન એકાએક વીજ વાયરને અડકી જતા આ મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. મહિલાએ બુમરાણ કરતાં ઘરમાં હાજર અન્ય એક મહિલા દોડી આવી હતી અને કરંટથી બચાવવા પ્રયાસ કરતા આ મહિલાને પણ વીજ કરંટ લાગ્યો હતો. આમ બંને દેરાણી-જેઠાણીને કરંટ લાગતા બંનેના મોત નિપજ્યા છે. ઘટના બાદ આસપાસના લોકો આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝેલી બંને મહિલાઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંને મહિલાને તપાસ કરતા મરણ જાહેર કરી હતી. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસે ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નોટબંધી પર મોટો નિર્ણય, સુપ્રીમ કોર્ટે ફગાવી તમામ 58 અરજીઓ

ProudOfGujarat

ભરૂચ ક્રાઇમ બ્રાંચે રેમડીસીવીર ઈન્જેકશનની કાળા બજારીનાં કૌભાંડમાં ડોકટર સહિત 2 આરોપી પર ગુનો દાખલ, 9 ઇન્જેક્શન કબ્જે લીધા.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા એ વેરામાં વધારો કરતા કલેક્ટરને આવેદન આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!