Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં ક્રિકેટ રમવું ભારે પડયુ, 50 ફૂટ ઊંડા કૂવામાં યુવક પડયો.

Share

નડિયાદમાં ક્રિકેટ રમતી વખતે અચાનક જ 50 ફુટ ઉંડા કુવામાં એક યુવક પડી જતા યુવાનને ફાયર બ્રિગેડે બહાર કાઢી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

નડિયાદમાં એસટી નગર વિસ્તારમાં યુવકો ભેગા થઈ ક્રિકેટ રમતા હતા તે વખતે ક્રિકેટ રમતા મેચની બોલિંગ ફિલ્ડિંગ કરતા અચાનક જ રમતા રમતા એક યુવક 50 ફુટ ઉંડા કુવામાં પડી ગયો હતો. આ યુવકને બહાર કાઢવા માટે તેના સાથીઓએ ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો. ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી યુવકનું રેસ્કયુ કરી નડિયાદની સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવકની સ્થિતિ વધુ ગંભીર થતાં ઇજાગ્રસ્ત યુવાનને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નડિયાદના બસ સ્ટેન્ડમાં ચોરીના ૩ મોબાઇલ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

અભિનેતા વરુણ ભગત તેના શો આર યા પાર રિલીઝ થયા બાદ દર્શકો માટે એક ખાસ સંદેશ શેર કર્યો.

ProudOfGujarat

સુરતમાં મોજશોખ માટે ચોરીના રવાડે ચડેલા 3 ઈસમોને ઝડપી પડાતા 10 ગુનાના ભેદ ઉકેલાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!