Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદનાં ઠાસરાના ગામમાં પતિએ આડા સંબંધનો વ્હેમ રાખી પત્નીને પેટમાં ચપ્પુ મારી દેતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

Share

ઠાસરાના ગામમાં પતિએ આડા સંબંધનો  વ્હેમ રાખી પત્નીને પેટના ભાગે ચપ્પુ મારી દીધું  ગંભીર રીતે ઘાયલ મહિલાને તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. પત્નીએ પતિ સામે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઠાસરા પંથકની 39 વર્ષિય પરિણીતા ગતરોજ સવારના પોતાના ઘરે હતી. આ દરમિયાન તેનો પતિએ પોતાની પત્ની પર આડા સંબંધ બાબતે ખોટો વ્હેમ રાખી ઝઘડો કર્યો હતો. આક્રોશમાં આવેલા પતિએ  પત્નીને ચપ્પા વડે હુમલો કર્યો હતો. ચપ્પાની અણી પેટના ઉપરના ભાગે વાગી જતાં પરિણીતા ગંભીરરીતે ઘાયલ થઇ હતી.

Advertisement

પરિણીતાના બે દીકરા દોડી આવતા પતિ ત્યાંથી ભાગી ગયો હતો. જે પછી ઘાયલ મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સમા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ બનાવ મામલે આજે ઈજાગ્રસ્ત પરિણીતાએ  હુમલાખોર  પતિ સામે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

નરેશ ગનવાણી: નડિયાદ


Share

Related posts

ખાડામાં ભરૂચ કે ભરૂચમાં ખાડા ..? : ખખડધજ રસ્તાને લઈ વિરોધ પક્ષ દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને ખાસ રજુઆત : જાણો ન.પા. પ્રમુખે શું પ્રતિક્રિયા આપી ..?

ProudOfGujarat

ગાંધીધામમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી યોજાઇ

ProudOfGujarat

ભરૂચ : શ્રવણ ચોકડી, ગેઈલ કોલોનીથી ચાવજ ગામને જોડતો ૪.૦૦ કિ.મીનાં અંદાજીત ₹.૧.૮૦ કરોડના ખર્ચે બનતા રોડનુ ખાતમુર્હૂત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!