જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વસો ખાતે ફૂડ સેફ્ટી અવેરનેસ તથા લાઈસન્સ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાદ્યપદાર્થ સાથે સંકળાયેલ કુલ ૭૦થી વધુ વેપારીઓને ફુડ સેફ્ટી ઓન વિહલ્સ સાથે રાખી અવેરનેસની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત આ કેમ્પ હેઠળ ૪૦ જેટલા વેપારીઓને સ્થળ પર જ રજીસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.
સમગ્ર કેમ્પનું આયોજન જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદના ડેઝીગ્નેટેડ ઓફીસર પી.ડી.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કેમ્પની સમગ્ર વ્યવસ્થા વેપારી એસોસિએશન વતી શ્રી કેતનભાઈ સુખડીયા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ફૂડ સેફ્ટી ઓફીસર એચ. કે. સોલંકી, એમ. જે. દિવાન, એચ. સી. પરમાર તથા શ્રી કે. એમ. પટેલ સહિત ખાદ્યપદાર્થ સાથે સંકળાયેલ વેપારીઓ હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement