નડિયાદ તાલુકા પંચાયતમાં ભાજપે જે મેન્ડેડ જાહેર કર્યા છે તે મુજબ જ ચૂટાયા છે. તેમાં પ્રમુખ પદે મેઘાબેન અલ્પેશભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે શોભનાબેન નવીનભાઈ સોઢા પરમાર, કારોબારી ચેરમેનમાં નીતાબેન મહેશભાઈ રાઠોડ, પક્ષના નેતા તરીકે પ્રતીક જયંતીલાલ ચૌહાણ અને દંડક તરીકે ઈશ્વરભાઈ રાયસીંગભાઇ પરમારને ચૂંટાયા છે. આ ચૂંટણીમાં પ્રમુખ પદ બિનહરીફ આવ્યા છે. જ્યારે ઉપપ્રમુખ માટે ભાજપના શોભનાબેન સોઢા પરમારને ૧૭ તો કોંગ્રેસના ઉપપ્રમુખ માટે દાવેદારી નોંધાવેલા ઈશ્વરભાઈ સોઢાને 6 મત મળ્યા છે. આમ ઉપપ્રમુખ માટે ભાજપના શોભનાબેન સોઢા પરમાર આવ્ય છે.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement