Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કઠલાલ તાલુકાના વિશ્વનાથપુરા ગામમાં કાચુ મકાન ધરાશાયી થતાં એકનુ મોત, પાંચને ઇજા

Share

કઠલાલ તાલુકાના લસુન્દ્રા નજીક વિશ્વનાપુરા ગામમાં ડાભી શીવાભાઇ અમરાભાઇનું કાચુ મકાન આવેલુ છે. પરિવારમાં અન્ય પાંચ સભ્યો એક સાથે રહે છે. કાચા પતરાવાળુ મકાન ધરાશાયી થતાં ભારે નાસભાગ મચી ગઇ હતી.  મકાન એકાએક પતરા સાથે  પડતાં ઘરમાં હાજર ૬ એક સભ્યોને ઈજા પહોંચી હતી. જેથી આજુબાજુના લોકો  દોડી આવ્યા હતા. તેમજ કાટમાળ નીચે દબાઇ ગયેલા લોકોને બહાર કાઢવા માટેનો પ્રયાસ કર્યો હતો. કાટમાળ હટાવવામાં આવ્યો હતો. જેમાં ભૂરાભાઇ શીવાભાઇ ડાભી ઉવ.૧૪ ને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે
પરિવારના ઘાયલ અન્ય 5 વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધટનાની જાણ થતાં કઠલાલ મામલતદાર સહિત પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો. મામલતદાર દ્વારા મળેલી વિગતો મુજબ આ બનાવમાં ઈજાગ્રસ્તોમા શિવાભાઈ અમરાભાઈ ડાભી (ઉ.વ.૬૦), ઈન્દુબેન શીવાભાઈ ડાભી (ઉ.વ.૫૫), શંકરભાઈ શીવાભાઈ ડાભી, મીનાબેન શીવાભાઈ ડાભી (ઉ.વ.૨૫) અને ભાણીયો અજ્ય વિષ્ણુભાઈ ગોહિલ (ઉ.વ.૧૬)નો સમાવેશ થાય છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નવસારીના 400 વર્ષ જૂના વિરવાડી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાનાં ભુમલીયા ગામે જુગારની રેડ, ત્રણ જુગારીઓ ઝડપાયા, ત્રણ વોન્ટેડ.

ProudOfGujarat

18 થી 44 વર્ષનાં લોકોના રસીકરણ માટે મહત્વના સમાચાર, કોરોના રસી લેવા માટેનો નિયમ બદલાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!