Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં રખડતા ઢોરના ત્રાસથી એક સ્કૂટીના ચાલક ધાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા

Share

નડિયાદ પશ્ચિમમાં શારદા મંદિર ચોકડીની બાજુમાં આવેલા રીંગ રોડ પર બે ગાયોએ એક ઈલેકટ્રીક સ્કૂટીના ચાલકને ફંગોળ્યો હતો. ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

નડિયાદના ભરતભાઇ રસીકલાલ શાહ ગતરોજ સાંજના સમયે શહેરના બધિર વિદ્યાલયથી પોતાના ઘરે ઈલેકટ્રીક સ્કૂટી પર આવતાં હતા. ત્યારે નડિયાદ પશ્ચિમમા શારદા મંદિર ચોકડીની બાજુમાં આવેલા રીંગ રોડ  બે ગાયો એકાએક દોડતી રસ્તા પર આવી સ્કૂટી સાથે ભટકાઈ હતી. તેથી ભરતભાઈ ઉછળીને રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભારત ભાઇને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નડિયાદની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે ધ્રુમીલ કિશોરભાઈ શાહે નડિયાદ પશ્ચિમ પોલીસમાં અજાણી બે ગાયના માલિક સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાની : નડિયાદ


Share

Related posts

વડોદરામાં લાયસન્સ વગર આયુર્વેદિક દવાના ઉત્પાદન કેસમાં બે આરોપીઓને એક વર્ષની જેલ

ProudOfGujarat

પાલેજ – કરજણ વચ્ચે આવેલા લાકોદ્રા ગામ પાસે ટ્રક પલ્ટી જતા અક્સ્માત સર્જાયો.

ProudOfGujarat

અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાં ફરજ બજાવ્યા બાદ તબીબ ડો.ઝરીયાબ તેમના ઘરે જતા લોકોએ સ્વાગત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!