ખેડા જિલ્લામાં ગણતરીના દિવસો તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ૪ લોકોએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાઈ ગયા છે.
ખેડા જિલ્લામાં ભાજપ પક્ષ વધુ મજબૂત બની રહી છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે. આ પહેલા તાલુકા પંચાયત અને નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી નજીકના દિવસોમાં યોજાવાની છે. ત્યારે તે પહેલાં જ ૪ મહારથીઓ એકાએક કોંગ્રેસને બાય બાય કહી ભાજપનો ખેસ ધારણ કરી દેતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. માતર તાલુકા પંચાયતના ૪ સભ્યો ભાજપમાં જોડાયા છે. જેમાં ભગવતસિંહ પરમાર (માતર -૧), અમિત પરમાર (માતર -૨), ભરત ભાઈ પરમાર (માલાવડા), વિલાસ બેન ચૌહાણ (આશામલી) ભાજપામાં જોડાયા છે.
કોંગ્રેસના યુવા નેતા ભગવતસિંહ પરમારે કોંગ્રેસ સાથે છેડો ફાડી હવે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. તેઓએ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. આજે આ તમામ લોકોએ ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ ખેસ પેહરાવી ભાજપમાં આવકાર્ય છે. આ પ્રસંગે ધારાસભ્ય કલ્પેશ પરમાર, પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, અમૂલ ચેરમેન વિપુલ પટેલ, ચંદ્રેશ પટેલ સહિતના નેતાઓએ ભાજપમાં આવકાર આપ્યો છે.
નરેશ ગનવાણી : નડિયાદ