Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદનાં વાણીયાવાડ વિસ્તારમાં બે વ્યક્તિઓને ઘાયલ કરનાર કપિરાજ પાંજરે પુરાયો

Share

નડિયાદ વાણીયાવાડ વિસ્તારમાં તોફાની કપિરાજે બે ઇસમોને બચકા ભરતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે નડિયાદ વન વિભાગની ટીમે પાંજરું ગોઠવી તોફાની વાનરને ઝડપી પાડ્યો હતો જેથી સ્થાનિક રહીશોએ રાહત અનુભવી છે.

નડિયાદ વાણીયાવાડ વિસ્તારની સોસાયટીમાં છેલ્લા થોડા દિવસથી સરગમ પાર્ક સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારમાં તોફાની બનેલા કપિરાજ લોકો પર હુમલો કરવાના બનાવો બની રહ્યા છે. તોફાની વાનરના આતંકથી સોસાયટી વિસ્તારના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તોફાની વાનર લોકો પર હુમલા કરતા હોવાની જાણ થતાં નડિયાદ વન વિભાગની ટીમે વાનરને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું હતું. જેમાં રક્ષાબંધનના આગળના દિવસે એક તોફાની વાનરને પકડી પાંજરે પુરવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ તોફાની વાનરોએ બે જણાને બચકુ ભર્યું હતું જેમાં
રાજેન્દ્રનગર નાકા વિસ્તારમાં રહેતા ગોવર્ધનભાઈ ખોડાભાઈ તળપદા તથા ઢેઢાવડીયાના ઉપેન્દ્રભાઈ તળપદાને કપીરાજે બચકા ભરતા લોહીલુહાણ થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી હતી. આ ઘટનાને પગલે વન વિભાગની ટીમે સરગમ પાર્ક સોસાયટી વિસ્તારમાં પાંજરું મૂકી આજે વધુ એક તોફાની કપિરાજને પકડી લીધો હતો. બાદમાં આ વાનરને શહેરથી દૂર સીમ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નડિયાદ મિશન રોડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કેવડીયામાં એકતાનગર SOU ખાતે રહેવા અને જમવાની સુવિધાસભર અદ્યતન બોટ હાઉસ તરતું મુકાયું.

ProudOfGujarat

સુરત : RTE (આર.ટી.ઇ.) હેઠળ ધોરણ-૧ માં સુરત જિલ્લાની સ્વનિર્ભર શાળાઓમા વિનામૂલ્યે ઓનલાઇન પ્રવેશ મેળવવા બાબત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!