Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં મહિલાને ગાયે શીંગડે ચઢાવી ઉછાળી ફેંકતાં ઇજાગ્રસ્ત

Share

નડિયાદ માઈ મંદિરના ખાંચા પાસે શાકભાજી લેવા જતી મહિલાને દોડતી ગાયે શીંગડે ચઢાવી ઉછાળી છે. જેથી આ મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

નડિયાદમાં રહેતા ૩૫ વર્ષિય નાઝિયાબેન મલેક નામની મહિલા આજે શુક્રવારે સવારે ૯ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નીકળી શાકભાજી લેવા નીકળ્યા હતા. આ દરમિયાન માઈ મંદિરના ખાંચા પાસેના શાકમાર્કેટના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે ગાયોનું ઝૂંડ બાખડતુ બાખડતુ આવ્યુ અને એમાની એક ગાયે આ નાઝિયાબેનને શીંગડે ચઢાવી ઉછાળ્યા હતા. આથી આ મહિલા રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

નડિયાદમાં રખડતા પશુઓ ઠેકઠેકાણે રખડતી ગાયો જોવા મળી રહી છે. ક્યાંક રસ્તા પર તો ક્યાંક સોસાયટી, મહોલ્લાના નાંકે ગાયોના ઝુંડે ઝુંડ જોવા મળે છે. ખાસ કરીને ડભાણ રોડ, પીપલગ રોડ, કોલેજ રોડ, સ્ટેશન રોડ, માઈ મંદિર ચોકડી, સંતરામ રોડ, મીલ રોડ, કપડવંજ રોડ સહિતના પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ, જૂના ડુમરાલ રોડ વિગેરે વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ થી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના ૪૫ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા

ProudOfGujarat

નડિયાદમાં સોના કિરાણા કોમ્પ્લેક્ષની ગેલેરી ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન માં યુવાન ને મારમારી ને પોલીસે નિર્દયતા નો પરીચય આપ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!