મહુધા તાલુકાના મીનાવાડા ગામે રહેતા અમિતકુમાર જગદીશભાઈ શર્મા તેમની પાસે લોનથી લીધેલી એક કાર છે ૨૬ મી ઓગસ્ટના રોજ તેમના મિત્રનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે મારા મિત્ર છે તેમના પરિચિતમા એક સાધુ છે જેઓને એક કાર જોઈએ છે ત્યાં કોઈ કાર હોય તો જણાવજો અમિતકુમાર એ કહ્યું કઠલાલ ખાતે ઘણા ડીલરો છે તમે અહીંયા આવી જજો આપણે સાથે જઈશુ. અમિતકુમારનો મિત્ર ઉદેસિંહ પરમાર અને તેમની સાથે પ્રદિપગીરી મહારાજ આવ્યા હતા. આ ત્રણેય લોકો કઠલાલ ખાતે ડીલરોને ત્યાં ગયા પણ કોઈ કાર પંસદ ન આવતાં પરત ફર્યા હતા. ત્યારબાદ પ્રદિપગીરી મહારાજે અમીતભાઈને ફોન કરી કહ્યું કે હું હાલ ડાકોર દંડી આશ્રમ ખાતે રોકાયો છું તારે રૂપિયાની જરૂર હોય તો લઈ જા જેથી અમીતભાઈએ એક લાખ રૂપિયા માંગ્યા પ્રદિપગીરી મહારાજએ કહ્યું આવતીકાલે સવારે આવીને લઈ જા બીજા દિવસે તેઓ ડાકોર પહોંચ્યા હતા. જ્યાં એક રૂમમાં બેઠા હતા અને આ સમયે આ ઉદેસિંહ પણ હાજર હતા. પ્રદિપગીરી મહારાજએ કહ્યું કે હું તને ૧૮ લાખનો ચેક આપીશ તેની સામે તુ મને તારી કાર આપજે અને કાર પાછી આપું એટલે આ ચેક પાછો આપજે વાત કરી હતી.
ત્યારબાદ ૨૮ મી ઓગસ્ટના રોજ મહેમદાવાદથી મીનાવાડા અમીતભાઈની ઘરે જતા રસ્તામાં આ પ્રદિપગીરી મહારાજે ચેક આપી કાર મેળવી લીધી હતી અને તેઓએ કહ્યું કે ૩૦ મી ઓગસ્ટે કાર પરત કરી દઈશ. પરંતુ આજદિન સુધી કાર ન આપતા આ અમીતભાઈએ પ્રદિપગીરી મહારાજનો ફોનથી સંપર્ક કરતાં તેઓનો ફોન સતત બંધ આવતા અમીતભાઈ શર્માએ આ કાર લઇ જનાર પ્રદિપગીરી મહારાજ સામે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ