નડિયાદ રેડ ક્રોસ બ્લડ બેંક હોલ ખાતે વિમા લોકપાલ ઓફિસ અમદાવાદ દ્વારા વિમા સંબંધિત ફરિયાદોના નિઃશુલ્ક નિવારણ માટે સેમિનાર આયોજીત કરેલ. વીમા લોકપાલ સી. વિકાસ રાવે વિમા લોકપાલ ધારો, ૨૦૧૭ ને લગતી ઉપયોગી માહિતી તથા ફરિયાદ કરવાની પ્રક્રિયાની જાણકારી હાજર રહેલા વિમા એજન્ટો અને લોકોને આપી હતી.
અમદાવાદની વિમા લોકપાલ કાર્યાલયે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં ૬૧૩૦ ફરિયાદોનો નિકાલ કર્યો હતો તેવું જણાવતા તેમણે કહ્યું હતું કે આ નિકાલ કરાયેલી ફરિયાદો કુલ ફરિયાદોનો ૯૯.૬૩% થાય છે. ગત વર્ષે ૭૯% ફરિયાદોનો નિકાલ માત્ર ૩૦ દિવસમાં કરવામા આવ્યો હતો. ચાલુ વર્ષે ૮૯% સુધી પહોંચ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિમા લોકપાલ અમદાવાદ કાર્યાલય વીમાને લગતી ફરિયાદોના ત્વરિત નિકાલ માટે કટિબદ્ધ છે. આ કાર્યક્રમમાં ભારતીય જીવન વિમા નિગમના નડિયાદ વિભાગના વડા મોહન સિંધ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ