Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કઠલાલમા ક્રીપટ્રો કરન્સી ટ્રેડિંગ ઓનલાઇન વેપારમાં યુવાનને રૂપિયા ૧.૪૦ લાખ ગુમાવ્યા

Share

કઠલાલ તાલુકાના ભાટેરા ગામે રહેતા  નિત્યાનંદ દક્ષેશભાઈ પટેલ પોતે ક્રીપટ્રો કરન્સી ટ્રેડિંગનો ઓનલાઇન વેપાર છેલ્લા દોઢ વર્ષથી કરે છે. તેમણે પોતાના કાકાના દીકરાના નામે એક ખાનગી વેબસાઇટ પર એકાઉન્ટ બનાવ્યું હતું. જેમાં તેઓ નેટબેકીગ દ્વારા ડોલર લે-વેચનો ધંધો કરી રહ્યા છે. ૧૧ અને ૧૨ માર્ચ ૨૦૨૩ના રોજ USDT ડોલર કુલ ૧૫૬૩.૫૦ જેની કુલ કિંમત રૂપિયા ૧ લાખ ૨૯ હજાર ૩૬૨ના ખરીદેલા હતા. બીજા દિવસે નિત્યાનંદે ૧૫૬૩ ડોલરના કુલ રૂપિયા ૧ લાખ ૪૦ હજાર ૨૪૬ના ભાવે વેચણ અર્થે ઓનલાઇન મુક્યા હતા. તે દિવસે રફીકુલ ઈસલામ નામના ઈસમે ઉપરોક્ત ૧૫૬૩ ડોલરને વેચાણ લેવા પૃચ્છા કરી હતી.

ઓનલાઇન ચેટ મારફતે વાત કરેલી હતી. જેમાં નિત્યાનંદે જણાવ્યું હતું કે, મારાથી ભૂલથી આ ડોલર વેચણ અર્થે મૂકાયા છે. જેથી મારે વેચાણ આપવાના નથી. તો સામે વાળી વ્યક્તિએ ચેટ મારફતે જણાવ્યું કે મે આપના એકાઉન્ટમાં નાણાં રૂપિયા ૧ લાખ ૪૦ હજાર ૨૪૬ જમા કરાવી દીધા છે. જે બાબતની સ્લીપ પણ મોકલી હતી. આથી આ ડોલર નિત્યાનંદ પટેલે રીલીસ કરી દીધા હતા. જે બાદ એકાઉન્ટની ચકાસણી કરતાં આ ડોલરના નાણાં જમા થયા નહોતા. આથી સામે વાળી વ્યક્તિને ચેટ મારફતે કહ્યું કે નાણાં જમા થયા નથી તો  રફીકુલ ઈસલામ કહ્યું કે ૨૪ ક્લાકમા નાણાં જમા થઈ જશે. પણ નાણાં ન જમા થતા આ રફીકુલ ઈસલામનો મેસેજ કરેલો હતો. પરતુ કોઈ રીપ્લાઈ ન આવતાં તે એપ્લિકેશનની હેલ્પ ડેસ્ક પર વાત કરી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાવ્યું હતું. બાદમાં હેલ્પ ડેસ્કે આ ઈસમનુ એકાઉન્ટ બ્લોક કર્યું હતું પરંતુ તે પહેલા જ આ ડોલરો બીજાને વેચી દીધા હતા. આથી આ મામલે નિત્યાનંદ દક્ષેશભાઈ પટેલ તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન પર અને ગઇકાલે  કઠલાલ પોલીસમાં રફીકુલ ઈસલામ નામાના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

જ્ઞાતિ અને ધર્મના ભેદ વગર ભાઇચારાના વાતાવરણમાં એક અનોખું સામાજિક કાર્ય થયું જાણો ક્યાં? અને કેવી રીતે?

ProudOfGujarat

ગુરુ – શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડનાર હેવાન બનેલા શિક્ષકની ભરૂચ સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી

ProudOfGujarat

અંકલેશ્વર ગાર્ડન સિટી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પ્રવચન યોજાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!