Proud of Gujarat
FeaturedGujaratINDIA

ત્રણ દીવ્યાંગ રમતવીરોની પેરા એશિયન ગેમ્સ ૨૦૨૩ માં પસંદગી કરાઈ

Share

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નડિયાદ હાઈ પર્ફોમન્સ સેન્ટર ખાતે પેરા એથ્લેટિક્સ રમતમાં ખાસ કિસ્સામાં તાલીમ મેળવી રહેલા ત્રણ દીવ્યાંગ રમતવીરોની પેરા એશિયન ગેમ્સ – ૨૦૨૩ માં પસંદગી થયેલ છે. જેમાં મીત પટેલ : ટી-૪૨/૪૪ ૧૦૦ મીટર દોડ, લાંબી કૂદ; જગદીશભાઇ પરમાર : ટી-૧૧ લાંબી કૂદ, દેવિકા મલિક: ટી- ૩૭- ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડમાં પસંદગી પામેલ છે. ઉપરાંત આ ત્રણેય ખેલાડીઓને ખાસ કિસ્સામાં તાલીમ આપનાર ખેડા જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનસુખ તાવેથિયાની પણ એશિયન ગેમ્સ – ૨૦૨૩ ના કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. હેંગઝોઉં(ચીન) ખાતે ૨૨થી ૨૮ઓક્ટોમ્બર ૨૦૨૩ દરમિયાન પેરા એશિયન ગેમ્સ નું આયોજન થશે. જેમાં આ ત્રણેય ખેલાડીઓ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરતમાં માતા-પુત્રી દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસી અને સહ આરોપીને આજીવન કેદ.

ProudOfGujarat

વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસે ભરથાણા ટોલનાકા નજીકથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે અંકલેશ્વરમાંથી નકલી તબીબની કરી ધરપકડ : ડીગ્રી વગર લોકોને આપતો હતો સારવાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!