Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં થઈ શક્શે VIP દર્શન, મંદિર કમિટીએ લીધો નિર્ણય

Share

રાજ્યમાં ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં હવે VIP દર્શન માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ VIP દર્શન માટે દર્શનાર્થીઓએ અલગથી ચાર્જ ચૂકવવો પડશે. આ VIP દર્શન માટેનો નિર્ણય ડાકોર મંદિર કમિટીએ લીધો હતો.

મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના થાસરા તાલુકામાં આવેલા ડાકોર મંદિરમાં હવે દર્શનાર્થીઓ VIP દર્શન કરી શક્શે. મંદિર કમિટી દ્વારા આ નિર્ણય લેતા કહેવામાં આવ્યુ છે કે VIP દર્શન કરવા ઈચ્છતા પુરુષ અને મહિલા દર્શનાર્થીઓ માટે અલગ-અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે જેમાં પુરુષ દર્શનાર્થીઓ માટે 500 જ્યારે મહિલા દર્શનાર્થીઓ માટે 250 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. 12 વર્ષથી નાની ઉંમરના બાળકો હશે તો તેમની અલગથી ટિકિટ લેવાની જરૂર પડશે નહીં. હાલના ધોરણે VIP દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવીને દર્શનનો લાભ લઈ શકાશે, જોકે ભવિષ્યમાં આ માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.

Advertisement

ડાકોર મંદિર દર્શનાર્થી માટે આ VIP દર્શનની સુવિધા ગઈકાલથી જ લાગુ થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે ડાકોરમાં મંદિર કમિટીની બેઠકમાં આ VIP દર્શનનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં દર્શનાર્થીઓ રણછોડરાયજી ભગવાનના દર્શન નજીકથી કરવા હશે તેઓ આ સુવિધાથી નજીકથી દર્શન કરી શકશે. આ ઉપરાંત મંદિર કમિટીના જણાવ્યા અનુસાર નજીકથી દર્શનમાં જે પણ આવક થશે તે દર્શનાર્થીઓની સુવિધા માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ નવી વ્યવસ્થાની જાહેરાતના પ્રથમ દિવસે જ 7 દર્શનાર્થીઓએ ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા.


Share

Related posts

છોટાઉદેપુર ખાતે નેશનલ ગર્લ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

નબીપુર હાઇસ્કુલ ખાતે 15 થી 18 વર્ષની વયના બાળકોનો કોરોનાની રસિકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના દહેજ ખાતે અંગત અદાવતમાં એક યુવકની હત્યા, માખણીયા ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઝઘડામાં અપાયો હત્યાને અંજામ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!