Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પશ્ચિમમાં મકાનમાં આગ લાગતાં ઘરનો સામાન બળીને ખાખ

Share

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંકની બાજુના મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. જ્યાં પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના સુત્રો તરફથી મળતી વિગત મુજબ મકાનમાં એક જ વ્યક્તિ રહેતો હતો, જે ઘટનામાં દોડીને બહાર આવી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાને પગલે મકાનમાં ગાદલા, બેડ, સહિતની ઘરવખરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જે મકાનમાં આગ લાગી હતી, તેની બાજુમાં જ સ્ટેટ બેંકની શાખા આવેલી છે. સારી બાબત એ રહી કે આગ વધુ ફેલાઈ ન હતી અને બેંક સુધી પહોંચી ન હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : એક મહિલા સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કરી તેના ફોટા પાડી બ્લેકમેલ કરી રૂ.20 લાખ કરતાં વધુ નાણાં લેનાર આરોપી સામે સી ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

ભરૂચ સીટીઝન કાઉન્સિલ તથા અન્ય સંસ્થાઓના સહયોગથી ગડખોલ પાટીયાથી ગોલ્ડાન બ્રિજ સુધી હરિયાળો પટ્ટો બનાવવાના પ્રોજેક્ટનો શુભારંભ જિલ્લા કલેક્ટરની વિશેષ ઉપસ્થિતિ

ProudOfGujarat

અંકલેશ્વર : જળ પ્રદુષણ કંટ્રોલ થયો નથી ત્યાં તો હવે વાયુ પ્રદુષણની ફરિયાદો!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!