Proud of Gujarat
FeaturedGujaratINDIA

સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં નડિયાદના આરોપીને આજીવન કેદની સજા.

Share

નડિયાદમાં આજથી એક વર્ષ પહેલા સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નડિયાદના આરોપીને આજીવન કેદ અને રૂપિયા 50000 હજારનો દંડ પોકસો એ ફટકાર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે આરોપી જય ઉર્ફે સોનુ ગણપતભાઈ તળપદા જેઓ નડિયાદમાં ઢેઢાવાડિયા હરિઓમ નગર પાસે ચકલાસી ભાગોળ ખાતે રહેતા હોય તેઓએ તારીખ 17/6/2021 ના રાત્રે ફરિયાદીની સગીર વયની 14 વર્ષની પુત્રીને કરમસદ રેલવે સ્ટેશન ખાતે લઇ જઇ તેમજ ઉત્તરસંડા લઈ જઈ તેની ઇચ્છા અને સંમતિ વિના બળાત્કાર કરેલ હોય આ બનાવની ફરિયાદ સગીરાના પિતાએ નડિયાદ ટાઉન પોલીસમાં કરેલી હોય જેનું ચાર્જશીટ કોર્ટમાં રજુ થતા અને ભોગ બનનાર સગીરા અત્યંત ડરી જતા પોક્સો અદાલતના જજ ડી આર ભટ્ટ આ કેસના ૧૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને ૧૨ જેટલા સાક્ષીઓ તપાસી ભોગ બનનારને પ્રોસીક્યુશનના સમર્થનમાં તેની તમામ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી જય ઉર્ફે સોનુ તળપદાને આઇપીસી કલમ 363 ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા તથા આઇપીસી કલમ 376 (1) ના ગુનામાં આજીવન કેદની સજા અને પોક્સો અન્વયે આજીવન કેદની સજા તેમજ રૂપિયા ૫૦ હજાર ભોગ બનનારને ચૂકવી આપવાનો નડિયાદની અદાલતે હુકમ કર્યો છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ચોરીનાં 25 મોબાઇલ અને લેપટોપ સાથે બે ઈસમો ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

રાજપીપલા : વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. નર્મદા પોલીસ.

ProudOfGujarat

રાજપીપળામાં લારીમાં શાકભાજી વેચનાર યુવાન લોકો માટે ઉદાહરણરૂપ લારી પર આવતા ગ્રાહકોને સેનેટાઇઝથી હાથ સાફ કરાવે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!