ખેડા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ તીર્થભુમિ વડતાલધામમાં આજરોજ ઐતિહાસિક “ બ્રહ્મચોર્યાસી” યોજવામાં આવેલ. સ્વામિનારાયણ પોતે અનેકવાર હજારો બ્રાહ્મણોન્ જમાડતા, શતાબ્દીઓ પછી એ દ્રશ્ય ફરી ભકતજનોને નિહાળવા મળ્યું. વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે એક સાથે હજારો બ્રાહ્મણોને સમૂહમાં પંકિતમાં પીરસીને ભોજન કરાવવામાં આવ્યું હતું. ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ વતિ પૂ લાલજી મહારાજશ્રી સૌરભપ્રસાદજી અને પુ. બાપુ સ્વામી વગેરે વડિલ સંતોના સાંનિધ્યમાં એકસાથે બે હજાર ભુદેવોની પંક્તિ થઈ. અધિકમાસ યજ્ઞમાં આહુતિઓ આપનાર ભુદેવોની વિષેશ પૂજા કરવામાં આવી. યજ્ઞપુર્ણાહુતિ અને બ્રહ્મચોર્યાસીમાં ધારાસભ્ય પંકજ દેસાઈ અને આઈ જી. સાહેબે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદપુ ડો. સંત સ્વામી, પુ બાપુ સ્વામી અને લાલજી મહારાજે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
ભગવાન શ્રી સ્વામિનારાયણ બ્રહ્મચોર્યાસી કરતા. હજારો બ્રાહ્મણોને આકંઠતૃપ્ત થાય ત્યાં સુધી જમાડતા, આજે જીવનમાં પ્રથમવાર આ દ્રશ્ય નજરે નિહાળી રહ્યા છીએ, સહુ સંતો ભક્તોએ આ અહોભાવ સાથે ભુદેવોનું પૂજન કરીને – ભોજન કરાવીને દક્ષિણા અર્પણ કરીને આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. ભુદેવના આશીર્વાદથી દ્વિશતાબ્દી મહોત્સવ નિર્વિઘ્ન સંપન્ન થાય, એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રસિદ્ધ વિદ્વાન બળવંતભાઈ જાની, – શેઠ પંકજભાઈ વડોદરા , શેઠ હિતેશભાઈ નારવાળા અમદાવાદ, શેઠ તેજશભાઈ, સંજયભાઈ સેક્રેટરી, મહેન્દ્રભાઈ ટ્રસ્ટી, કૌશીક પટેલ વીએચપી, શૈલેષભાઈ સાવલિયા અમદાવાદ વગેરે દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા પુ. શ્યામવલ્લભ સ્વામી અને સ્વયંસેવક ટીમ દ્વારા કરવામાં આવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ