Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મોપેડ નામે કરવાની બાબતે ભાણીયાએ છરીથી હુમલો કરતા મામાનું મોત

Share

કપડવંજના હેમતાજીના મુવાડા તાબના વડાલીમાં  મોપેડ નામે કરવાની તકરારમાં ભાણીયાએ મામા અને મામી પર છરીથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા મામાને હોસ્પિટલમાં ખસેડતા મૃત જાહેર કર્યા હતા.ત્યારે ઝઘડામાં વચ્ચે પડેલા મામીને પણ છરી મારી ઘાયલ કર્યા હતા.

કપડવંજના હેમતાજીના મુવાડા તાબાના વડાલીમાં રહેતા દિનેશભાઇ રોહિતે અઢી વર્ષ અગાઉ મોપેડ લીધું હતું. જેના રૂ. ૨૨ હજાર ડાઉન પેમેન્ટ ભર્યુ હતુ અને બાકીની લોન કરી હતી. દરમિયાન દિનેશભાઈને કાર લેવાની હતી તેથી  મોપેડ પોતાના ભાણીયા મેહુલને આપ્યુ હતુ. તેમાં ડાઉન પેમેન્ટ ના પૈસા ભાણીયા પાસેથી લઇ બાકીની લોન છે તે ભાણીયા મેહુલને ભરવાની તેમ નક્કી થયું  હતુ. પરંતુ બાકીના હપ્તા સમયસર ન ભરવાથી પેનલ્ટી લાગી હતી. જેથી ભાણીયાએ મામાને કહ્યું હતું કે તમારી પાસેથી લીધેલ મોપેડ મારા નામે કરાવવું છે, જેથી તમે પેનલ્ટીના હપ્તા ભરી દો અને મામાને અપશબ્દો બોલી પેટના ભાગે છરી મારી હતી.ગંભીર રીતે ઘવાયેલા મામાને હોસ્પિટલમાં ખસેડતા મૃત જાહેર કર્યા હતા ત્યારે ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા મામીને કપાળમાં છરી મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ભાણિયાને ઝડપી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

બુટલેગરની દુનિયાનો “ભાઈ “સચિનનૌ સારથી ઝડપાયો વલસાડ રૂરલ પોલીસ સફળતાના શિખરે

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે સાપ કરડતા યુવતીનું મોત.

ProudOfGujarat

ભરૂચની શાળાઓમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક ટેમ્પરેચર માપી શાળામાં પ્રવેશ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!