Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડાના હરીયાળા ગામે યુવતીને બે ટિવન્સ દિકરીઓ થઈ હવે તને દિકરા નથી થવાના તેમ કહી પરિણીતા પર ત્રાસ ગુજારતા ફરીયાદ નોંધાઈ

Share

ખેડા તાલુકાના હરીયાળા ગામે રહેતી ૩૨ વર્ષિય યુવતીના લગ્ન વર્ષ ૨૦૦૮ મા અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે રહેતા યુવાન સાથે જ્ઞાતીના રીતી રીવાજ મુજબ થયા હતા. વર્ષ ૨૦૧૫ મા તેણીને બે જુડવા દિકરીઓનો જન્મ થયો હતો. કુટુંબનો પ્રસંગ હોવાથી બધા સગા સંબંધીઓ ભેગા થયા હતા. તેવખતે સાસરી પક્ષના લોકોએ જણાવેલ કે, તારે પહેલી વખત બે જુડવા દીકરીઓ આવેલી છે તારે કાયમ બે જુડવા દિકરીઓ જ આવવાની છે. તારે દિકરો થવાનો નથી તુ શુ કામ સાસરીમાં રહે છે અને એમાંય તુ તારા પિયરમાંથી કઈ લાવેલ નથી. આ બે દિકરીઓનુ પુરૂ કોણ કરશે તેમ કહી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા. અને પતિ તેણીની સાથે મારઝૂડ કરતો હતો. તો સામે નણંદને તો જ્યારથી પુત્ર આવેલો ત્યારથી તે અમૂક વખત જ સાસરીમાં જતી હતી બાકી તે પોતાના પિયરમાં રહેતી હતી.

આજથી ૬ માસ અગાઉ પરીણીતા પોતાની સાસરીમાં ગઈ હતી આ દરમિયાન સાસરી પક્ષના લોકોએ કહેલ કે તુ અહીયા આવીશ તો તને અને તારી બંને દિકરીઓને જાનથી મારી નાખીશું અને દહેજ લાવવા દબાણ કરવામાં આવતું હતું. દહેજ ન લાવવુ હોય તો તુ આ બંને દિકરીઓ સાથે તારા પિયરમાં જતી રહે અને તારા પિતા તેનુ ભરણપોષણ કરશે. આથી આ સમગ્ર મામલે પરીણીતાએ ખેડા ટાઉન પોલીસમાં પોતાના પતિ, સાસુ, સસરા, નણંદ, કાકા સસરા, કાકી સાસુ અને કૌટુંબિક દિયર મળી કુલ ૮ સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાડ


Share

Related posts

હાઇવે પર થી પસાર થતા વાહનો માંથી માલ સામાન ની ચોરી કરતી કૂખ્યાત “ગેડીયા” ગેંગના સાગરીત ને અમદાવાદ ગ્રામ્ય LCB એ ઝડપ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલે ચાર્જ સંભાળ્યા બાદથી દારૂ, જુગારના અડ્ડાઓ પર પોલીસના સતત દરોડા,અનેક જુગારીઓ અને બુટલેગરો જેલ ભેગા..!!

ProudOfGujarat

પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!