Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઠાસરા તાલુકામાં પતિના ખોટા વહેમના ત્રાસથી યુવતીએ પૂલ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું

Share

ઠાસરા તાલુકાના જેસાપુરા ગામની ૨૦ વર્ષીય યુવતીને પતિના ખોટા વહેમના ત્રાસથી રાણીયા પૂલ પરથી મોતની છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું છે. આ બનાવ અંગે ડાકોર પોલીસે જમાઈ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોધાયો છે.

ઠાસરા તાલુકાના જેસાપુરા ગોલવાડ સીમ વિસ્તારમાં રહેતા ઉદેસિંહ ઉર્ફે કાળુભાઈ ચાવડાની ૨૧ વર્ષિય દીકરી ક્રિશ્નાના લગ્ન આજથી ત્રણ માસ અગાઉ સાવલીના નારા ગામે રહેતા કિર્તનસિહ સાથે થયા હતા. લગ્નના ૧૫ દિવસમાંજ જમાઈ કિર્તન દિકરી પર ખોટા વહેમ રાખી મારઝુડ કરતા હતા. દિકરીએ તેના પિતાને ફોન કરી પિયરમાં તેડી જવા કહી કહ્યું હતું કે પતિ ખોટા શક કરી કહે છે તે મારે તને રાખવાની નથી મારે બીજા લગ્ન કરી લેવા છે તેમ કહેતાં દિકરીએ પિતાને ફોન કરી મારી સાસરીમાં નથી રહેવું જેથી દિકરીના પિતા અને કુટુંબીજનો જઇ દીકરીને સાસરીમાંથી પિયરમાં તેડી આવ્યા હતા. આ દરમિયાન તા.૧૩ ને રોજ દિકરીએ રાણીયા મહીસાગર નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી. આ બનાવ અંગે ઉદેસિંહ ઉર્ફે કાળુભાઈ બળવંતસિંહ ચાવડાની ફરિયાદ આધારે ડાકોર પોલીસે જમાઈ કિર્તનસિહ જશવંતસિંહ પરમાર સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : રણછોડજી મંદિરમાં આવતી કાલે શરદ પૂર્ણિમની પરંપરાગત રીતે ઉજવણી થશે.

ProudOfGujarat

રાજપીપળા સૈયદ ફળીયા ખાત્રીવાડનાં યુવાનો દ્વારા ૩૦૦ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

યુવાશક્તિ દિન ઉજવણીના ભાગરૂપે જિલ્લા રોજગાર કચેરી દ્વારા 3 ઓગસ્ટ, 2021 સુધી ઓનલાઈન ભરતી મેળાનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!