Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં મકાન બતાવાના બહાને ચાર શખ્સોએ પિસ્તોલની અણીએ બિલ્ડરને લુંટયો

Share

આણંદ જિલ્લાના કરમસદ તાલુકાના બાકરોલમાં પ્રતિકકુમાર અશ્વિનભાઇ પટેલ રહે છે. જેઓ ૮ મી ઓગસ્ટના રોજ તેમના મિત્ર જીગર ઉર્ફે ઢોલીયો સતિષભાઇ પટેલ (રહે.થામણા તા.ઉમરેઠ જી.આણંદ) તથા તેનો મિત્ર ગૌરવ શાહ (રહે.નડિયાદ)એ બિલ્ડરને નડિયાદ ખાતેનુ એક મકાન બતાવવા માટે બાકરોલ તળાવ પાસેથી ગાડીમાં બેસીને નડિયાદ આવ્યા હતા. જીગર પટેલે બિલ્ડરને નડિયાદ વાણીયાવડ પાસે આવેલ એક બંધ મકાન ગાડીમાં જ બેઠા બેઠા બતાવેલ હતુ. જે મકાન બિલ્ડરને પસંદ આવતા તેઓએ જીગર પટેલને તે મકાન ખરીદવાની હા પાડતા તેના જરૂરી દસ્તાવેજો જોવા માટે શહેરના સરદાર ઓવર બ્રિજની નીચેના રોડ ઉપર આવેલ પ્રમુખ વંદના ફ્લેટ પાસે ગયા હતા. જયાં બિલ્ડરને નીચે ઉતારી તેના લમણે પિસ્તોલ મુકી દેતા બિલ્ડર ગભરાઇ ગયો હતો.

બિલ્ડરને પ્રમુખ વંદના ફ્લેટની લીફ્ટમાં બીજા માળે મકાન નં. ૨૦૧ના મકાને આગળ લઇ જઇને જીગર પટેલે તે મકાનનો ડોરબેલ મારતા તેનો દરવાજો ગૌરવ શાહે ખોલ્યો હતો. આ સમયે મકાનમાં બે અન્ય વ્યકિતઓ પણ હતા. ઘરમાં પ્રવેશતા બિલ્ડરને લમણામાં જોરથી ફેંટ મારી દીધી હતી. જેથી પ્રતિકભાઇ નીચે પડી ગયા હતા. કપડાં કાઢી હાથ પગ બાંધીને ચારેય જણાઓએ લાકડાના દંડાથી માર માર્યો હતો. બહુ પૈસા તે ભેગા કર્યા છે. પાંચ કરોડ આપવા પડશે. નહીં તો તને મારી નાખીશું. તારી સોસાયટીમાં બે માણસો મોકલ્યા છે. જે તારા પરિવારને પણ મારી નાખશે. બિલ્ડરે ના પાડતા જીગર તથા ગૌરવ શાહે બિલ્ડરના લમણે પીસ્તોલ મુકી ધમકીઆપીને તારો દિકરો કઇ શાળામાં ભણે છે. તે પણ અમોને ખબર છે. તેમજ તારી પત્નીને પણ અમે પતાવી દઇશુ. બાદમાં રોકડા રૂપિયા ૨૫ હજાર તેમજ સોનાની આશરે બે તોલાની લકી કિંમત રૂપિયા ૧ લાખ, ગળામાં પહેરેલ સોનાની ચેઇન જેનુ વજન આશરે ૧૩ તોલા કિંમત રૂપિયા ૬ લાખ ૫૦ હજારની છીનવી લીધી હતી. બે મોબાઇલ તથા કારની ચાવી લઇ લીધેલ હતી. સંબંધીઓ પાસે પૈસા મંગાવવામાં સંમત ન થતાં માર માર્યો હતો. આરોપીઓએ કોરા ચેકમાં સહીઓ કરાવી લીધી હતી. ગુગલ પેથી ગૌરવશાહે પોતાના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરી લીધા હતા. આમ કુલ કિંમત રૂપિયા ૮ લાખ ૮૫ હજારની લૂંટ ચલાવી હતી. બાદમાં રાત્રે બિલ્ડરને છોડી દીધા હતા. આને ધમકી આપી જો પોલીસ કેસ કરશો તો તમને છોડીશું નહીં. ત્યારબાદ દવાખાને જતાં ડોકટરે પોલીસ સ્ટેશનમાં વર્ધી લખાવી હતી. જેથી પોલીસે આ બાબતે ટેલિફોનિક વરધી વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી હતી. જેથી તેઓ વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા ગયા હતા અને સમગ્ર બનાવની હકીકત જણાવતા પોલીસે  બિલ્ડરની ફરિયાદના આધારે લૂંટ કરનાર આરોપી જીગર ઉર્ફે ઢોલિયો સતિષભાઈ પટેલ (રહે.થામણા), ગૌરવકુમાર ઠાકોરલાલ શાહ (રહે.નડિયાદ, ૨૦૧ પ્રમુખ વંદના ફ્લેટ) અને અન્ય બે ઈસમો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

કોરોના મહામારીનાં પગલે ભરૂચ જીલ્લામાં આર્યુર્વેદિક દવાઓની વધેલ માંગણીને કારણે કેટલીક દવાઓની બજારમાં તંગી.

ProudOfGujarat

બોમ્બે હાઈકોર્ટે ઝડપી સુનાવણી કરવાની કંગનાની અરજી નકારી : કોર્ટે આપી 25 જૂનની સુનાવણીની તારીખ.

ProudOfGujarat

વારાણસીમાં તૈયાર થશે દેશનો પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપ-વે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!