Proud of Gujarat
FeaturedGujaratINDIA

‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત વસો તાલુકાના રૂણ ગામ ખાતે કલેકટર દ્વારા શિલાફલકમનું કરાયું લોકાર્પણ

Share

‘મારી માટી, મારો દેશ’ અભિયાનની આજથી શરૂઆત થઈ છે.  વીર શહીદોને વંદન અર્થે ખેડા જિલ્લાના વસો તાલુકાના રૂણ ગામે અમૃત સરોવરના કાંઠે ખેડા જિલ્લા કલેક્ટર  કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રની એકતા અને એકસૂત્રતાને મજબૂત કરવા માટે માટીને નમન,  વીરોને વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં સૌ ગ્રામજનોએ ઉપસ્થિતિમાં કલેકટર  કે,.એલ.બચાણી દ્વારા શિલાફલકમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ ગ્રામજનો વીર શહીદોને નમન સાથે અંજલિ આપીને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા હતા. આ પ્રસંગે કલેક્ટર દ્વારા પાંચ પ્રણની પ્રતિજ્ઞા લઇ અમૃતસરોવાર પાસે વૃક્ષારોપણ કરી ભારતના બોર્ડર પર દેશની રક્ષા કરતા શહીદોની સહાદતને યાદ કર્યા હતા. તેમજ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરતા એક આર્મી જવાનના પિતા  અરવિંદભાઇ પટેલ રડી પડ્યા અને કહ્યું આ વૃક્ષોની જાળવણી મોટા થવા સુધી સહભાગી થઈશ. સાથોસાથ એસ.આઈ.પટેલ ઈપ્કોવાળા – કે.એસ.પટેલ માધ્યમિક કન્યા શાળા, રૂણના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી  નીકાળીને દેશભક્તિ અને રાષ્ટ્ર ભાવના સાથે નારા લગાવવામાં આવ્યા હતા.

કાર્યક્રમ અંતર્ગત વિશ્વ જ્યોત ટ્રસ્ટ, રૂણ સંચાલિત એસ.આઈ.પટેલ ઈપ્કોવાળા – કે.એસ.પટેલ માધ્યમિક કન્યા શાળાના પ્રાંગણમાં કલેક્ટર કે.એલ.બચાણીના હસ્તે ધ્વજવંદન કરીને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બચાણીએ ગ્રામવાસીઓને મહામુલી  આઝાદી કિંમત સમઝાવતા જણાવ્યું કે, આઝાદ ભારતમાં ખેડા જિલ્લાના ક્રાન્તિકારીઓનું યોગદાન અગત્યનું છે. ખેડાની આ પાવનભૂમિએ વીરોને જન્મ આપ્યો છે. આ વીરોનું સ્થાન આપણા જીવનમાં હંમેશા રહે તેમની યાદ માટે “મારી મારી, મારો દેશ” કાર્યક્રમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહ્યો છે. ભારતે શ્રેષ્ઠ ભારતની દિશામાં આગેકૂચ કરી છે અને ૨૦૪૭ માં જયારે આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત શ્રેષ્ઠ હશે તેઓ ગ્રામવાસીઓને વિશ્વાસ આપાવ્યો હતો.

Advertisement

જિલ્લામાં ગ્રામવાસીઓ સાથે કાર્યક્રમની રૂપરેખા વિષે સમજાવતા કલેક્ટરએ જણાવ્યું કે ખેડા જિલ્લાની ૫૨૨ ગ્રામપંચાયતોમાં ૧૦ નગરપાલિકામાં ૧૦ તાલુકા પંચાયત મળીને કુલ ૫૪૨ જગ્યાએ મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાશે. ગામમાં સફાઈ બાબતે કલેકટરએ ગ્રામજનોને બીરદાવ્યાં અને  આવનારા સમયમાં પણ આ ગામ આટલું  જ સ્વચ્છ રહે તેવી વિનંતી કરી હતી.

કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા સેનામાં જોડાયેલા પરિવારોને સન્માન કરી શીલ ભેટ આપવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમમાં કલેકટર દ્વારા તેમના સહજ-મૃદુ સ્વભાવનો પરિચય આપ્યો હતો. જિલ્લાના કલેક્ટરએ તેમના રક્ષક રાજેશભાઈ પરમારને સન્માન આપી શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ  હેમલબેન, જિલ્લા રજિસ્ટ્રાર ઉર્વશીબેન, મામલતદાર વસો જયેન્દ્ર ઝાલા તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો, બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા હિન્દુ હિત રક્ષા સમિતિની ઉગ્ર આંદોલનની ચીમકી

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના જંબુસર ખાતે નિસાચરોએ પોતાનો હાથ ફેરો આજમાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો.

ProudOfGujarat

ભરૂચનાં કંથારીયા ગામે દારૂનો ધંધો કરતી બુટલેગર મહિલાઓએ આવેદનપત્ર આપનાર યુવાન પર હુમલો કરી માર મારતાં તાલુકા પોલીસ મથકમાં 6 મહિલા બુટલેગર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!