Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી થશે.

Share

અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં ફાગણી પૂનમ તારીખ 18 ના રોજ આચાર્ય રાકેશ પ્રસાદજીમહારાજની નિશ્રામા ફૂલડોલ ઉત્સવ રંગોત્સવ ખુબ જ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે.

આ પ્રસંગે એસજીવીપી ગુરુકુળના પૂજ્ય માધવપ્રિય દાસજી સ્વામી સવારે 8 થી 11 કલાક દરમિયાન રંગોત્સવ કથાનો લાભ આપશે, તેમ મંદિરનાં મુખ્ય કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું. વડતાલ મંદિરમાં રંગોત્સવ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ રંગોત્સવનો થનગનાટ પૂનમિયા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના ગ્રહણને કારણે રંગોત્સવની ફિકી ઉજવણી થઇ હતી પરંતુ ચાલુ વર્ષે આ ફૂલડોલ ઉત્સવની રંગેચંગે ઉજવણી થનાર હોવાથી તેને લગતી સંપૂર્ણ તૈયારીઓ પૂજ્ય શ્યામવલ્લભ સ્વામીના માર્ગદર્શનમાં થઈ રહી છે અત્રે મહત્વનું છે કે, રંગોત્સવ વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો માનીતો ઉત્સવ છે. ભગવાન શ્રીહરિ, વડતાલ જ્ઞાનબાગમાં સંતો – હરિભકતો સાથે રંગે રમ્યા હતા. તેના પ્રતિકરૂપે આ દિવ્ય રંગોત્સવ સમગ્ર સંપ્રદાયમાં ખૂબ જ ભાવભેર ઉજવાય છે. પ્રત્યેક ફાગણ માસની પૂર્ણિમાએ રંગ ઉત્સવ માટે વિશેષ આયોજન કરવામાં આવે છે.

આ રંગોત્સવમાં ૫૦૦૦ કિલો રંગબેરંગી ગુલાલ તથા 1000 કિલો ધાણી – ચણા ખજૂરનો અન્નકૂટ ધરાવવામાં આવશે. દેવોને કેસુડાનો વિશેષ શણગાર કરવામાં આવશે. ઉપરાંત વિવિધ પીચકારીઓનો પણ શણગાર કરવામાં આવશે. સાથે સાથે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી છત્રીઓ વિવિધ કલરના રંગોથી શણગારવામાં આવશે. અક્ષરભુવન પાછળ સંપાદિત કરવામાં આવેલ વિશાળ ચોકમાં 50 * 80 નો વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યો છે ત્રણ વિવિધ પિચકારી તથા ૨૫ ફૂટની મોટી પિચકારીથી પૂજ્ય રાકેશપ્રસાદજી મહારાજ પૂજ્ય લાલજી મહારાજ સૌરભપ્રસાદજી તથા સંતો સંતો હરિભક્તોને કેશુડાના રંગથી તે રંગોત્સવ ઉજવશે આ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી – મેતપુર , શુકદેવ સ્વામી – નાર તથા અન્ય સંતો મહંતો તથા સુરત – મુંબઈ – વડોદરા – ભરૂચ – અમદાવાદ – રાજકોટ અને કાનમ વાકળ સહિત ચરોતરના ભક્તજનો ઉપસ્થિત રહેશે એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સિટીઝન કાઉન્સિલ અને સહયોગી સંસ્થાઓ દ્વારા રેવા અરણ્ય પ્રોજેકટનાં બીજા તબકકાનો પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના લોક સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

ગુજરાત સ્થાપના દિવસે મહાત્મા ગાંધી પર ઓન લાઈન કવિ સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!