Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં શિક્ષકની જાણ બહાર અજાણ્યા શખ્સે લોન પડાવી લેતા પોલીસ ફરીયાદ

Share

ગઠીયાએ શિક્ષકના મોબાઇલનું એક્સેસ મેળવી તેઓની જાણ બહાર ૬૦ હજારની લોન પડાવી લેતા શિક્ષકના ખાતામાંથી નાણાં કપાતા નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદ શહેરમાં કિશન સમોસાના ખાંચામાં દેવભૂમિ સોસાયટીમાં રહેતા જયેશકુમાર મોહનલાલ ઓઝા પોતે અલીન્દ્રા ગામે આવેલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ ઓનલાઇન ટ્રાન્જેક્શન માટે  ગુગલ પે નો ઉપયોગ કરે છે. ૧૨ જુલાઈના રોજ તેમના મોબાઇલ ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો  હું કર્ણાટકથી પેટીએમ પોસ્ટપેડ માંથી બોલું છું અને તમારું બિલ બાકી છે. જે તમે ક્યારે ભરવાના છો તે અંગે વાત કરી હતી.  જયેશભાઈએ પૂછ્યું કે કયું બિલ બાકી નીકળે છે તો સામેવાળા વ્યક્તિએ કહ્યું પેટીએમ પોસ્ટપેડના રૂપિયા ૬૦ હજારની લોનનું બિલ બાકી બોલે છે. અને  ફોન કટ થઈ જતા ત્યારબાદ અન્ય નંબર ઉપરથી પેટીએમ પોસ્ટપેડમાંથી બોલું છું જણાવી  વાત કરી હતી. ત્યારબાદ જયેશભાઇએ પેટીએમ ઈન્ડીયા કસ્ટમર કેરમાં તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે તેમના ફોનના પાસવર્ડ ઓટીપી આધારે આદિત્ય બિરલા ફાઈનાન્સની લોન ૬૦ હજારની થયેલ હતી. જેનું પેમેન્ટ બાકી છે. જોકે જયેશભાઈએ આવી કોઈ લોન લીધી નહોતી. જેથી કોઈ અજાણ્યા શખ્સે તેઓની જાણ બહાર ફોનનું એક્સિસ મેળવી તેમના પેટીએમ પોસ્ટપેડ એકાઉન્ટમાં ફાઇનાન્સની લોન  કરાવી નાણાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. જયેશભાઇ ઓઝાએ નડિયાદ ટાઉન પોલીસમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરાના બિઝનેસમેન એ ભાવિ પત્નીને ચાંદ પર એક એકર જમીનની આપી ગિફ્ટ.

ProudOfGujarat

રાજ્ય કક્ષાની પોસ્ટર સ્પર્ધામાં ચરોતરની ચાર છાત્રા ઝળકી

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય એમએસએમઈને કરે છે સલામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!