Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં રાષ્ટ્ર કવિ મૈથિલી શરણ ગુપ્તના જન્મ જયંતિની ઉજવણી કરાઇ

Share

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં તારીખ: ૩ ઓગસ્ટ ના રોજ સવારે ૧૧ કલાકે હિન્દી વિભાગ દ્વારા આચાર્યની પ્રેરણાથી હિન્દીના રાષ્ટ્રીય કવિ “મૈથિલી  શરણ ગુપ્ત જન્મ જયંતિ” ની ઉજવણી કરવામાં આવી હતી.

આ સમારોહમાં અધ્યક્ષ તરીકે આચાર્યશ્રી ડૉ. મહેન્દ્રકુમાર દવે સર, હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ.રાની મેડમ, હિન્દી વિભાગના પ્રાધ્યાપક ડૉ.કલ્પનાબેન ભટ્ટ અને ડૉ. ચિરાગભાઈ પરમાર તેમજ મુખ્ય વિષય હિન્દીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ મૈથિલી શરણ ગુપ્તના જીવન – પરિચયની સાથે તેમની રચનાઓની પણ માહિતી આપી હતી. આ સાથે વિદ્યાર્થીઓએ મૈથિલી શરણ ગુપ્તના ‘ સાકેત ‘ ‘ યશોધરા ‘, ‘ વિષ્ણુ પ્રિયા’ જેવા ખંડકાવ્યોના કેટલાક સંદર્ભ પ્રસ્તુત કર્યા હતા. જેમાં શાસ્ત્રોમાં ઉપેક્ષિત નારીઓ જેમ કે ગૌતમ બુદ્ધની પત્ની યશોધરા, લક્ષ્મણની પત્ની ઉર્મિલા તેમજ ચેતન્ય મહાપ્રભુની પત્ની વિષ્ણુપ્રિયાની મહત્તા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.  ગુપ્તજી દ્વારા રચિત રાષ્ટ્રીય કવિતાઓનું પઠન પણ કરવામાં આવ્યું હતું. અને આ રીતે મૈથિલી શરણ ગુપ્તને સ્મરણાંજલિ અર્પી હતી. આચાર્યએ અધ્યક્ષીય પ્રવચનમા રાષ્ટ્ર કવિની મહત્તા પર પ્રકાશ પાડ્યો હતો અને સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો. હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. રાની મેડમે ગુપ્તજીની ની રચનાઓની મહત્તા કેટલી પ્રાસંગિક છે,તેના પર પ્રકાશ પાડ્યો હતો. હર્ષની વાત છે કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજમાં સેમ-૫ નો વિદ્યાર્થી વાઘેલા સુનિલે કર્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સરકારી હોસ્પિટલનું શૌચાલય બન્યુ દેશી દારૂનો અડ્ડો ! !

ProudOfGujarat

સુરતમાં લગ્નના બે મહિનામાં જ ઘરમાંથી રોકડ દાગીના સહિત 4.50 લાખ લઈ નાસી જનારી મહારાષ્ટ્રીયન મહિલા પકડાઈ.

ProudOfGujarat

વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની ત્રીજી યાદી આપે કરી જાહેર, જાણો કોણે મળ્યું સ્થાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!