Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઉત્તરસંડા રોડ પર બે ઈસમો પાસેથી ૯૭૦ ગ્રામ ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

Share

નડિયાદના એસઓજી પોલીસે ભુમેલ ગામની સીમમાંથી બે ઈસમો પાસેથી ૯૭૦ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે. નડિયાદના શખ્સે સુરતથી  જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે ૪ સામે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના માણસો ગઇરાત્રે ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભુમેલ ગામે ઉત્તરસંડા રોડ પર બુલેટ ટ્રેનના નવનિર્મિત બ્રીજના નીચે બે શંકાસ્પદ ઈસમો ઊભા હોવાથી પોલીસે પુછપરછ કરી હતી. જેમાં બંનેએ પોતાના નામ અરસીત ઉર્ફે ગોટો રાજુભાઇ ખલીફા (રહે.શક્કરકુઈ, ડભાણ ભાગોળ, નડિયાદ) અને સોયબ ઉર્ફે બલ્લો મહંમદ બલોલવાલા (રહે.વ્હોરવાડ, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. બંને પાસેથી એક પ્લાસ્ટિકની કોથળીમાંથી માદક પદાર્થ મળી આવતાં પોલીસે  બંનેની અટકાયત કરી હતી.

Advertisement

એફએસએલને જાણ કરતાં આ માદક પદાર્થ ગાંજો હોવાની ખરાઈ કરી હતી. પોલીસે  ૯૭૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૯ હજાર ૭૦૦ આ બનાવમાં પોલીસે પકડાયેલા બંને લોકો પાસેથી મોબાઇલ ફોન રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧૨ હજાર ૪૪૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પુછપરછ કરતા ગાંજાનો જથ્થો સુરત ખાતે રહેતો રાજુ સાવલી નામના શખ્સે આપ્યો હતો, તેમજ નડિયાદમાં અમદાવાદી દરવાજા બહાર રહેતા અબ્બાસ સાબીરખાન પઠાણે મંગાવ્યો હોવાની કબૂલાત કરી છે. આમ પોલીસે આ ગુનામાં કુલ ૪ ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

નરેશહ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : જુનાદીવાનાં પ્રગતિશીલ ખેડૂતને ગુજરાતનાં સૌથી વધુ સરેરાશ રાસ મુજબ શેરડી પકવતા એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

ગોધરાના રેડક્રોસ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરાયુ.

ProudOfGujarat

બદલાવ હમસે હૈ બ્રાન્ડ કેમ્પેઈનને વિસ્તારતા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને કિયારા અડવાણી કહે છે “સોચ બદલો ઔર બેંક ભી”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!