Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ જિલ્લામાં પ્રથમ આવેલા એ-વન રેન્કવાળા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા સ્મૃતિ આપી સન્માનિત કરાયા

Share

નડિયાદની વિઝન સ્કૂલ ઓફ સાયન્સના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ, જેમનો એ -વન, એ -ટુ ગ્રેડ આવ્યા છે. તેવા સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ તથા ધોરણ ૧૨ સાયન્સમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ આવેલા એ-વન રેન્કવાળા વિદ્યાર્થી જૈનીલ પટેલને પ્રમાણપત્ર, તથા સ્મૃતિ આપી સન્માનિત કરવાનો સમારંભ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને વિઝન સ્કૂલ ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે યોજાયો. વિઝન સ્કૂલ ઓફ સાયન્સના ચેરમેન જીગ્નેશ પટેલ એ મોટીવેશનલ સ્પીચ આપી ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે બ્રહ્માકુમારી પૂર્ણિમા દીદી એ સૌ વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધવા હાકલ કરી હતી. આ પ્રસંગે વિઝન સ્કૂલ ઓફ સાયન્સના તમામ શિક્ષક ગણ વાલીઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તમામ વિદ્યાર્થીઓનું સન્માન સ્કૂલના શિક્ષકો દ્વારા કરાયું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

આજે સૂર્યગ્રહણની ધટનાને નિહાળવા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી સુરતવાસીઓ પણ આ ધટનાના સાક્ષી બન્યા.

ProudOfGujarat

સોનગઢમાં ખ્રિસ્તી પાસ્ટર દ્વારા તરુણી પર બળાત્કાર ગુજારવાની ઘટનાનો ઉમરપાડામાં તીવ્ર વિરોધ.

ProudOfGujarat

છત્તીસગઢનાં મહાસમુંદ જિલ્લામાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા 5 મજૂરોના શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!