ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ ડાકોર મંદિર ઉત્સવોની ભૂમિ છે પણ ફાગણી પૂનમ એ ડાકોર મંદિરનો સર્વોપરી ઉત્સવ છે. ડાકોર પૂનમ એ પદયાત્રિકોની પૂનમ છે. ખેડા જિલ્લામાં રાસ્કા બોર્ડર પર પદયાત્રિકોના આગમનની શરૂઆત થઇ છે રસ્તામાં પદયાત્રિકોની નાસ્તો જમવાની અને આરામની સેવા આપતા વિવિધ સેવા કેમ્પો શરૂ થયા છે.
ડાકોર ફાગણી ઉત્સવ ફાગણ સુદ અગિયારસથી ફાગણી પૂનમ સુધી ઉજવાતો ઉત્સવ છે. ડાકોરની ફાગણી પૂનમને પદયાત્રિકોની પૂનમ તરીકે ઓળખાય છે. ડાકોર પદયાત્રા કરી ફાગણી પૂનમે દર્શને આવતા પદયાત્રિકોમાં અમદાવાદ તરફથી આવતા પદયાત્રિકોની સંખ્યા વિશેષ હોય છે. ખેડા જીલ્લા અને અમદાવાદ જિલ્લાને જોડતી રાસ્કા બોર્ડર રહ્યું છે.
૫૨ પદયાત્રિકોનું આગમન થઇ ચૂક્યું છે. પદયાત્રિકો જય રણછોડના નાદ સાથે ડાકોર તરફ અતિ શ્રધ્ધાથી આગળ વધી રહ્યા છે. કોરોના કાળમાં સતત બે વર્ષ સુધી વર્ષોથી ચાલી આવતો ફાગણી પૂનમનો મેળો બંધ રહ્યો હતો. આ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ ફાગણી પૂનમના મેળાનું આયોજન થતાં ભકતોમાં ઉલ્લાસ જોવા મળ્યો હતો. આજથી આ ફાગણી પૂનમના મેળામાં ભક્તોનું આગમન થયું
ડાકોર ખાતે પૂનમનાં મેળાનું આયોજન થતાં ભકતોમાં અનેરો ઉત્સાહ…
Advertisement