Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લા કલેક્ટર અધ્યક્ષસ્થાને રૂડસેટ સંસ્થાની ત્રિમાસિક રિવ્યૂ મિટિંગ યોજાઇ

Share

શિક્ષિત બેરોજગાર યુવક-યુવતીઓને તાલીમ આપતી રૂડસેટ સંસ્થાની ત્રિમાસિક કામગીરીની રિવ્યૂ મિટિંગ ખેડા કલેક્ટર કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ મિટિંગમાં ગત ત્રણ મહિનાની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી અને આગામી મહિનાઓમાં યોજાનાર તાલીમ અંગે માર્ગદર્શન અને આવતા મહિનાઓ દરમિયાન અસરકારક તાલીમ થઈ શકે તે માટે સલાહસૂચન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, કેનેરા બેંક સર્કલ ઓફિસથી ડેપ્યુટી જનરલ મેનેજર  અરુણકુમાર આર્યા, કેનેરા બેંક રિજનલ ઓફિસથી ડિવિજનલ મેનેજર  પુનેશ્વર ઝા, ખેડા જિલ્લા લીડ ડિસ્ટ્રીક મેનેજર  ભરતકુમાર પરમાર, નાબાર્ડના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેંટ મેનેજર  રાહુલ જેદૂગાલેડકર, જિલ્લા ઉધોગ કેન્દ્ર નડિયાદના જનરલ મેનેજર સાજેદાબેન સબાસરા, જિલ્લા માહિતી કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર નિત્યા ત્રિવેદી, ખેડા જી.એલ.પી.સી  ડી.એલ.એમ મધુબેન પરમાર, કેનેરા બેંક નડિયાદના શાખા પ્રબંધક નિકુંજ પરમાર, નાણાકીય સાક્ષરતા કેન્દ્રના પરામર્શકાર રમણલાલ નાગર ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં જીતાલી ગામમાં વટસાવિત્રીનાં તહેવારની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ટ્રાફિક પોલીસએ ખોવાયેલ ફોન તેના માલિકને પરત કર્યો

ProudOfGujarat

માંગરોળની જી.આઇ.પી.સી.એલ કંપનીના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહી થતા હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!