Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સલુણ ગામે એકાઉન્ટ ટ્રાન્સફરના બહાને ગઠિયાએ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ૯૮ હજાર ઉપાડી લીધા

Share

નડિયાદના સલુણ ગામે કોન્ટ્રાકટરને ફોન આવ્યો અને સામેથી વ્યક્તિએ હિન્દી ભાષામાં વાત કરી હું બેંક ઓફ બરોડામાંથી બોલું છું કહી એકાઉન્ટ ટ્રાન્સફરના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી નાણાં પડાવ્યાનો કિસ્સો પોલીસમાં નોધાયો છે.

નડિયાદ તાલુકાના સલુણ ગામે હાઈસ્કૂલ પાછળ રહેતા ભાનુભાઇ રામભાઈ મકવાણા જે કોન્ટ્રાકટરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓને સલુણ ગામમા આવેલ બેંક ઓફ બરોડામાં કરન્ટ તેમજ સેવિગ એકાઉન્ટ એમ બે એકાઉન્ટ છે. તેમજ આ બેંકનુ ક્રેડીટ કાર્ડ પણ છે. ૨૫ જુલાઈના રોજ  ભાનુભાઇના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો સામે વાળી વ્યક્તિ હિન્દી ભાષામાં વાત કરતાં કહ્યું  કે હું બેન્ક ઓફ બરોડામાથી બોલુ છું તમારે મહેમદાવાદ ખાતે આવેલ  બેંક ઓફ બરોડાના કરન્ટ તથા સેવિંગ ખાતાઓ સલુણ બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર કરી આપીશ તેમ જણાવી વાતચીત કરી હતી.

Advertisement

ભાનુભાઇને લાગ્યું કે સાચે જ બેંકમાંથી ફોન આવ્યો હશે તેમ સમજી વાતચીત કરી અને શખ્સે કહ્યું કે હું આવતીકાલે ફોન કરીશ તેમ કહી ફોન મુકી દીધો હતો. ત્યારબાદ વોટ્સએપ મારફતે ચેટીગ કરતો હતો. બીજા દિવસે ગઠીયાએ ફોન કરી ભાનુભાઇને કહ્યું કે હું તમને એકાઉન્ટ ટ્રાન્સફર કરી આપું છું  એક એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવી હતી. ત્યારબાદ ઓટીપી આવતાં ભાનુભાઇ ઓટીપી આપતાં નહોતાં. જેથી ચાલાકીથી ગઠીયાએ ડેબીટ કાર્ડનો ફોટો મંગાવી તેમના ખાતામાંથી રૂપિયા ૯૮ હજાર ૭૩૩ રૂપિયા ભાનુભાઇની જાણ બહાર ઉપાડી લીધા હતા. જેના ટેક્સ મેસેજ‌ ભાનુભાઈને મળતા તેઓને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતા જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર અને આજે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં અજાણા બે મોબાઈલ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નડિયાદમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત.

ProudOfGujarat

માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા અંગે માંગરોળ, ઉમરપાડા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

કૃષિ સુધારણા બિલ પસાર થતાં ખેડૂતોની ગૂંચવણનો અંત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!