નડિયાદમાં કિશનસોમાસાના ખાંચામાં અક્ષટાઉન શીપ ખાતે રહેતા સતીષભાઇ વિઠ્ઠલભાઇ પારેખ અમદાવાદમાં વેસ્ટર્ન રેલ્વેમા કાર્યાલય અધિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમનો મટો દિકરો દેવ ફેબ્રુઆરી-૨૦૨૦ માં સ્ટુડન્ટ વિઝા ઉપર લંડનમાં વેમ્બ્લી શહેર ખાતે રહે છે.
૨ મે ૨૦૨૩ના રોજ સવારે સતીષભાઈ પોતાના ઘરેથી અમદાવાદ નોકરીએ ટ્રેનમાં જતાં હતાં ત્યારે તેઓની પત્નિ હેતલનો ફોન આવેલ અને તેણે જણાવેલ કે આણંદથી ત્રણ માણસો આપણા ઘરે આવેલ છે તેઓ દેવને આપેલ પૈસા પરત લેવા આવેલ હોવાનુ જણાવે છે તેમજ દેવને લંડનમાં કીડનેપ કરેલ છે, અને રૂપીયા 85 લાખ નહીં આપો તો દેવને મારી નાખવાની ધમકી આપે છે. આ સાંભળીને સતીષભાઈ અમદાવાદથી અન્ય ટ્રેનમાં નડિયાદ પોતાના ઘરે સતીષભાઈ આવે તે પહેલાં જ જતા રહ્યા અને તેમની પત્નીને કહે છે કે જો આજે પૈસા નહીં અપો તો દેવને જાનથી મારી નાખાવીશુ તેમ કહી મોબાઈલ નંબર આપી જતા રહે છે. સતિષભાઈએ આપેલા નંબર પર વાતચીત કરતા સામેવાળાએ કહ્યું કે ‘હું આણંદથી ધ્રુવ પટેલ બોલુ છુ, અમે તમારા દીકરા દેવને લંડનમાં કીડનેપ કરાવેલ છે. અમારે તમારા દિકરા દેવ પાસેથી પૈસા લેવાના છે. જે તમારે આજે જ આપી દેવા પડશે નહી તો તમારા છોકરાને મારા માણસો મારા એક ઇશારે જાનથી મારી નાખશે’, જેવી ધમકી આપી સતીષભાઈને ડરાવી દીધા હતા. જેથી સતિષભાઈએ કહ્યું કે તમે કો ત્યાં અમે આવી જઈએ, આ બાદ ખંડણીખોરો અને સતિષભાઈને ઉત્તરસંડા ખાતેના જુના સરપંચ શિવમ ઠકકરનાઓના ફાર્મમાં બેઠક થઈ હતી. આ સમયે ગાડીમાંથી ત્રણ માણસો ઉતરેલ જેઓનુ નામ પુછતા તેઓ પૈકી એકે પોતાનુ નામ ધ્રુવ પટેલ બીજા માણસે તેનું નામ રાહુલકુમાર દીલીપભાઇ પટેલ તથા ત્રીજા માણસે પોતાનુ નામ વિશાલ સુરેશભાઇ વાઘેલાનો હોવાનુ જણાવેલ હતુ.
તે સમયે સતીષભાઈની સાથે તેમના મિત્ર અને નાનો પુત્ર વત્સલ પણ હાજર હતો. ફાર્મહાઉસમા ધ્રુવ પટેલે તેના મોબાઇલમાંથી કોઇને વિડીયો કોલ કરેલ અને સતીષભાઈને આપેલો જેમાં ચારેક માણસો સતીષભાઈના દિકરા દેવની આજુબાજુમા ઉભેલ હતા તેઓ પાસે સળીયા જેવા હથીયારો હતા. અને દેવને નીચે બેસાડી મારતા હતા. જેથી સતીષભાઈએ પોતાના દિકરા સાથે વાત કરતા દેવે જણાવે લે કે ‘પપ્પા મને આ લોકોથી છોડાવો મને આ લોકો માર મારે છે તેમ કહેતો હતો. અને ત્યા ઉભેલ એક માણસે સતીષભાઈને જણાવેલ કે અમારે દેવ પાસેથી રૂપિયા ૨ કરોડ લેવાના છે, જે તમે આપી દો નહી તો તમારા દિકરાને મારી નાખીશુ. તેમ કહી વીડીયો કોલ કટ કરી દીધેલ હતો. જેથી સતીષભાઈ ખુબ જ ગભરાઇ ગયેલા હતા મળવા આવેલા માણસોએ કહેલ કે તમારે શું કરવું છે, જેથી પુત્રના જીવથી પિતાએ કહ્યું કે તમે જે કહેશો તે કરવા તૈયાર છું મારા પુત્રને છોડી દો, જેથી આ રાહુલ પટેલ નામાના વ્યક્તિએ જણાવેલ કે તમે પૈસા આપો એટલે તમારા દીકરાને છોડી મુકીશુ. જોકે આટલી મોટી રકમ ઘરે ન હોય હાલ 15 લાખ રૂપિયા છે અને થોડુ સોનુ છે તે હાલ આપું છું બાકીના રૂપીયાની વ્યવસ્થા હું તમોને ટુક સમયમાં કરી આપીશ જેવી આજીજી સતિષભાઈએ ખંડણીખોરો પાસે કરી હતી. આમ આ રૂપિયા અને આશરે ૨૮ તોલા સોનાના દાગીના આપ્યા હતા. તો સામેવાળી વ્યક્તિએ કહ્યું કે આટલાથી કશુ નહી થાય હજુ તમારે બાકીના રૂપીયાના ચેક તથા નોટરી કરી આપવી પડશે, અને આ બાબતે કોઇને જાણ કરતા નહીં. જેથી સતીષભાઈએ માણસોની વાત માની હતી. અને ડરના માર્યાં આઠ ચેક તેમજ એક નોટરી કરી આપી હતી.
જેમાં ખંડણીખોરોએ લખાવ્યું હતું કે, તેઓ પાસેથી રૂપિયા ૧ કરોડ ૬૦ લાખ હાથ ઉછીના લીધેલ હતા અને તે રૂપિયા અમારે તેઓને ૨ મે ૨૦૨૩ થી ૩ માસના સમયગાળામાં પરત આપવાના તેની ગેરન્ટી પેટે આ ચેક આપેલા છે તેમજ જો ત્રણ માસમાં આ લીધેલા નાણાં ન ચુકવી શકે તો, સતીષભાઈની સ્થાવર જંગમ મિલકતોનો કબજો મેળવી તેનુ વેચાણ કરી પોતાની ૨કમ પર ત મેળવી શકશે. તેવુ લખાણ કરાવ્યુ હતું. અને જો આવી નોટરી નહીં કરે તો તેમના દિકરાને લંડનમાં મારી નાખીશુ તેવા ભયમાં મુકી નોટરી ઓફીસ જઇ નોટરી કરાવડાવી હતી. ત્યાર બાદ આ ખંડણીખોરોએ કોઈને ફોન કરી કહ્યું કે, નોટરી થઇ ગયેલ છે. અને પેમેન્ટ પણ મળી ગયેલ છે. જેથી હવે તેને છોડી દો તેમ વાત કરેલ અને ત્યારબાદ આ ત્રણેય માણસો સતીષભાઈને કહ્યું કે જો આ બાબતે કોઇ પોલીસ કેસ કર્યો તો તને તથા તારા આખા ઘરને મારી નાખીશ તેવી ધમકી આપી જતા રહ્યા હતા. અડધા કલાક પછી દેવે પોતાના પિતાને ફોન કરી જાણાવ્યુ કે મને છોડી દીધેલ છે. મને આ લોકોએ ગઇકાલ રાતથી મને કીડનેપ કરેલો હતો. જોકે તે સમયે પરિવારે ડરથી કોઈ ફરિયાદ કરી નહોતી. બાદમાં થોડા દિવસો પહેલા વિશાલભાઈએ સતિષભાઈને ફોન કરી ક્હ્યું કે, બાકીના રૂપિયા આપી દે નહીં તો તકલીફ પડશે તેવી ધમકી આપેલ હતી. જેથી આ સંદર્ભે આજે સતીષભાઈ પારેખે આ ખંડણી માંગી પૈસા પડાવનાર ધ્રુવ પટેલ (રહે.આણંદ), રાહુલકુમાર દીલીપભાઇ પટેલ (રહે. બોરસદ આણંદ રોડ, આણંદ) અને વિશાલ સુરેશભાઇ વાઘેલા (રહે.નવા બસ સ્ટેન્ડ પાસે આણંદ) સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.