Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સીબી પટેલ આર્ટસ કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

Share

ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગરના આદેશ મુજબ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાય છે.  ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદમાં આચાર્ય  ડો. મહેન્દ્ર કુમાર દવેની પ્રેરણાથી તારીખ ૧૯  થી ૨૧ જુલાઈ ૨૦૨૩ એમ સતત ત્રણ દિવસ સુધી આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘એક ભારત શ્રેષ્ઠ ભારત, પર્યાવરણ અંગે જાગૃતિ,  સ્વચ્છતાનું મહત્વ, ભારતની વિવિધતામાં એકતા, નવી શિક્ષણનીતિ અંગેના અભિપ્રાયો, સાંપ્રત સમયમાં મૂલ્યલક્ષી શિક્ષણની જરૂરિયાત, વિદ્યાર્થી જીવન ઘડતરમાં એન.એસ.એસ.નો ફાળો, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, વિશ્વના દેશોને ભારતની ભેટ, ઇલેક્ટ્રોન સમાજ માટે વરદાન કે અભિશાપ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ : ભવિષ્ય માટે વરદાન કે અભિશાપ, ભાર વગરનું ભણતર અને સ્ત્રી શિક્ષણ ૨૦૪૭ અમૃત કાળ: ભારતનો સોનેરી કાર્ડ તેમજ  ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ પડકારો તેમજ તેનું સમાધાન અને ઉદ્યોગ સાહસિકતા વિકસતા ભારત, જેવા રસપ્રદ વિષયો પર વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

જેમાં તારીખ ૧૯ જુલાઈ ૨૦૨૩ ના રોજ કન્વીનર ડો. પ્રકાશભાઈ વિછીયા તેમજ પ્રા. કિંજલબેન દરજીના માર્ગદર્શન હેઠળ ‘ચિત્ર સ્પર્ધા’ યોજાઇ. જેમાં કુલ ૧૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે ગઢવી જયવીર દાન, દ્વિતીય ક્રમે કંસારા ઈશાની તેમજ પ્રજાપતિ માનસી, તૃતીય ક્રમે ડોડીયા સિધ્ધરાજસિંહ રહ્યા હતા.

તારીખ ૨૦ જુલાઇના રોજ યોજાયેલ નિબંધ સ્પર્ધામાં કન્વીનર ડો. સૂરજબેન વસાવા તથા ડો. ચિરાગભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ સ્કૂલ ૨૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબરે સોલંકી આરતી, દ્વિતીય નંબરે વાઘેલા અમીશા, તૃતીય નંબરે વાઘેલા અંજલી તેમજ આશ્વાસન ઇનામ પાસવાન મુસ્કાને પ્રાપ્ત કર્યું હતું.

Advertisement

તારીખ ૨૧ જુલાઈ ૨૦૨૩ ના રોજ યોજવામાં આવેલ ‘વકૃત્વ સ્પર્ધા’માં  કન્વીનર ડો. કલ્પનાબેન ત્રિવેદી અને ડૉ.પ્રિતેશભાઈ કુમકિયાના માર્ગદર્શન હેઠળ ૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર રાજપૂત નિશાને,  દ્વિતીય નંબર ચૌહાણ તેજેન્દ્રને તથા તૃતીય નંબર સોલંકી નિકિતાને પ્રાપ્ત થયો હતો. આમ આચાર્યના માર્ગદર્શન હેઠળ તેમજ આઝાદી કા અમૃત મહોત્સવના કો-ઓર્ડીનેટર પ્રા. રાવજીભાઈ સકસેનાના માર્ગદર્શન હેઠળ નિર્ણાયકોની જહેમતથી તેમજ કન્વીનર ઓના સંચાલન હેઠળ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓનાં પ્રતિ ભાગી થવા બદલ ત્રણેય દિવસના વિવિધ કાર્યક્રમો સફળ રીતે સંપન્ન થયા હતા.


Share

Related posts

નડિયાદમાં ઉભરાતી ગટરના પાણીથી સ્થાનિકોને ભારે હાલાકી

ProudOfGujarat

નડિયાદ સહીત ખેડા જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્ર પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નબીપુરમાં એક્ટિવામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!