નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયનાં 17 ઋષિકુમારોએ યોજાયેલ કોમ્પિટિશનમાં વિજય પ્રાપ્ત કરી સંસ્થા અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં તારીખ 10 થી 12 માર્ચ સુધી નર્મદા સંસ્કૃત પાઠશાળા ભરૂચ ખાતે “રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા” યોજાઇ ગઇ જેમાં નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના 17 ઋષિકુમારો એ વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું શાસ્ત્રીય વ્યક્તવ્ય પ્રદર્શન કરી પાંચ સિલ્વર મેડલ એક બ્રોન્ઝમેડલ અને પાંચ ગોલ્ડમેડલ મેળવ્યા છે. ગોલ્ડ મેડલ મેળવનાર 5 છાત્રો આગામી સમયમાં ઓલ ઇન્ડિયા સંસ્કૃત કોમ્પિટિશનમાં બેંગલોર ખાતે ગુજરાત રાજ્યનું જે તે વિષય-શાસ્ત્રોનું પ્રતિનિધિત્વ કરશે. આ કોમ્પિટિશનમાં તમામ સ્પર્ધકોને પદ્મશ્રી ડો. ડાહ્યાભાઇ શાસ્ત્રીજીએ તથા આચાર્ય શ્રી ડો. અમૃતલાલ ભોગાયતા એ ઋષિકુમારોની સંસ્કૃતિ પ્રત્યેની તત્પરતાને સરાહના કરી હતી. નડિયાદની બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય વિજય પ્રાપ્ત કરતા આનંદનો માહોલ છવાઈ ગયો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ