ખેડા-નડિયાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એલસીબી પીઆઇ દ્વારા અસરકારક સુચના આપવામાં આવેલ હોય નડિયાદમાં
એક બુટલેગરના ઘરમાંથી એલસીબી પોલીસે છાપો મારી રૂપિયા 2,96,675 નો ઈંગ્લિશ દારૂ કબ્જે કર્યો છે.
સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોય ખેડા નડિયાદ જિલ્લામાં પ્રતિબંધાત્મક પ્રવૃત્તિઓ નેસ્ત નાબુદ કરવા માટે એલસીબી પી.આઈ સહિતના પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન દેશી વિદેશી દારૂના કેસો શોધી કાઢવા સૂચના હોય પી.આઈ એવી પરમારને ચોક્કસ બાતમી અને હકીકત મળેલ કે નડિયાદના ખોજા તલાવડી શારદા મંદિર રોડ નહેર પાસે એક મહિલા બુટલેગર પાસે બિયરનો જથ્થો હોય જે બાતમીના આધારે એલસીબી પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા શારદા મંદિર રોડ ખાતે તલાશી લેવામાં આવતા અહીંથી એક ખુલ્લા પ્લોટમાં નાની મોટી પ્લાસ્ટિકની તથા નાની મોટી કાચની બોટલો નંગ 781 તથા બીયરના ટીન નંગ 96 મળી કુલ 877 બીયરના ટીનનો જથ્થો કિંમત રૂપિયા 2,96,675 ના મુદ્દામાલ સાથે અહીંથી આરોપી સૂર્યાબેન રમેશભાઈ તળપદા સ્થળ પરથી બીયરના જથ્થા સાથે મળી આવેલ હોય તેમજ આરોપી અમિત રમેશ તળપદા બનાવની જાણ થતાં સ્થળ છોડી નાસી છૂટયા હોય આથી આ કેસમાં મહિલા આરોપીને ઝડપી લઇ નડીયાદ એલ.સી.બી એ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ ભાગેડુ આરોપી અમિત તળપદાને શોધી કાઢવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.