Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પશ્ચિમમા જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

Share

નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જાનકીદાસ સ્મૃતિ ૨ સોસાયટીની બાજુમાં, દેરી રોડ, નડિયાદ ખાતે રૂ. ૬૫૮ લાખના ખર્ચે નિર્માણ થનાર જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત સંતરામ દેરીના મહંત સત્યદાસજી મહારાજ, કેન્દ્રીય મંત્રી દેવુસિંહજી અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે સંપન્ન થયું હતું. આ ફાયર સ્ટેશન નીચે મુજબની સુવિધાઓ ધરાવતું હશે.

૪ મોટા તથા ૨ મીની ફાયર ટેન્ડર સમાવી શકાય તેવું ૨૫૪ સ્ક્વેર મીટર નું વિશાળ પાર્કિંગ. સ્ટાફ માટે ઓફીસ બિલ્ડિંગ, સ્ટોર રૂમ, વર્ક શોપ, કંટ્રોલ રૂમ અને ૧૮૯ સ્ક્વેર મીટર એરિયામાં મિટિંગ હોલ. ફાયરના સાધનો માટે મોકડ્રીલ એરિયા. સ્ટાફના કર્મચારીઓને રહેવા માટે કુલ ૨૧ ક્વાટર
૧ લાખ લીટર કેપેસિટીનો અંડર ગ્રાઉન્ડ ટેન્ક તથા ટ્યુબવેલ. ફાયર સ્ટેશનની બિલ્ડિંગ પર સોલર પેનલ. લગાવામાં આવશે.

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મતી રંજનબેન વાઘેલા, શહેર સંગઠન પ્રમુખ તેજસભાઇ, મહામંત્રી  હિરેનભાઈ, વોર્ડના કાઉન્સિલર નીલમબેન, પ્રતીક્ષાબેન, સંજયભાઈ, ઉપપ્રમુખ કીંતુભાઈ, ફાયર કમિટી ચેરમેન કાનાભાઈ,  દિક્ષિતભાઈ, ચીફ ઓફિસર  રુદ્રેશભાઇ, નગરપાલિકાના કાઉન્સિલરો, અગ્રણીઓ, સંગઠનના પદાધિકારીઓ, વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના નંદેલાવ ખાતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પગલે ઝધડીયાનાં જૂની જેસાડ અને અવિધાને જોડતો માર્ગ બંધ થવાથી રાજપારડીનાં પી.એસ.આઇ. ની પ્રસંશનીય કામગીરી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!