Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના ડભાણ રોડ પર આવેલ સોસાયટીના મુખ્ય રોડ પર ગટરના પાણી ભરાતા રહીશોમાં રોષ, સરપંચને આવેદનપત્ર આપ્યું

Share

નડિયાદના ડભાણ રોડ પર આવેલ જીઇબીની બાજુમાં પદ્માવતી, શ્રીજી પૂજન અને પુષ્પવિહાર સોસાયટીના મુખ્ય રસ્તા પર છેલ્લા એક વર્ષથી ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાય છે. જેના કારણે આ સોસાયટીના ૧૦૦ જેટલા રહીશોને આવન જાવન કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

આ સંદર્ભે ગ્રામપંચાયત કચેરીમાં કરેલી રજૂઆતમાં સ્થાનિકોએ રોષ પૂર્વક જણાવ્યું છે કે નડિયાદના ડભાણ રોડ પર યોગીનગર ગ્રામ પંચાયતની હદમાં આવેલ કલેકટર કચેરી, જિલ્લા પંચાયતની  સામે અમારી પદ્માવતી, શ્રીજી પૂજન અને પુષ્પવિહાર સોસાયટી આવેલી છે. આ સોસાયટી આવનજાવન કરવા માટેનો એક માત્ર મુખ્ય રસ્તો છે. સોસાયટીના આ મેઈન રસ્તા પર છેલ્લા ઘણા માસથી ગટરનું પાણી તેમજ મળ મુત્ર બહાર આવે છે. રસ્તાના લેવલથી આશરે અડધો ફુટ સુધી ગંદુ પાણી ભરાયેલ રહેલ છે અને જો વરસાદ ચાલુ થઈ જાય તો ગટરમાંથી વરસાદના પાણીનો નિકાલ ન થવાના કારણે આશરે ૩ થી ૪ ફુટ જેટલુ પાણી ભરાઈ જાય છે. જે વરસાદ બંધ થયા બાદ  બે ત્રણ દિવસ બાદ માત્ર ૧ થી ૨ ફુટ જેટલું નીચે ઉતરે છે, પરંતુ ગટરનું પાણી તો અડધા ફુટ જેટલુ કાયમ ભરાયેલ જ રહે છે. તેમાંથી હાલ એટલી દુર્ગંધ આવે છે કે બેભાન થઈ જવાય અને આ પ્રશ્નનો કોઈ નિકાલ ન થાય તો રોગચાળો ફાટી નીકળવાની પણ પુરેપુરી સંભાવના છે. બીજી તરફ રસ્તામાં ગટરનું પાણી સતત ભરાઈ રહેવાના કારણે રોડ ઉપર એટલા ખાડા પડી ગયેલ છે કે ચાલતા કે ટુ વ્હીલર તો લઈ જઈ શકવુ મશ્કેલ બની ગયુ છે અને ફોર વ્હીલમાં પણ દુર્ગંધના કારણે કાચ બંધ કરી જવુ પડે તેવી સ્થિતી પેદા થઈ છે. સોસાયટીમાં રહેતા મોટા ભાગના લોકો મધ્યમ વર્ગ પરીવારના છે જેને કામકાજ અર્થે બહાર જવાનું રોજે રોજે થાય છે. તેમ છતા બધા સહન કરી ગટરમાં થઈને પણ પસાર થાય છે.

ગટર પાણી વધારે ભરાઈ જવાના કારણે સ્કૂલે જતા બાળકો જેઓ વાનમાં જાય છે તે વાનના ડ્રાઈવરો પણ સોસાયટીમાં આવતા નથી અને બાળકને રોડ ઉપર મુકી જવા જણાવે છે જેથી રહીશોને ગટરના ગંદા પાણીમાં ચાલીને પણ વાલીઓ બાળકોને શાળાએ મુકવા મજબૂર બનવુ પડે છે. અગાઉ રૂબરૂ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આ સંદર્ભે રજુઆત કરાઈ છે. પરંતુ જે તે સમયે નિવૃત થતા તાલુકા વિકાસ અધિકારીને તેઓની નિવૃતી પહેલા આ પ્રશ્નનો સુખદ અંત લાવવા જણાવેલ આમ છતા તેઓ દ્વારા પણ કોઈ સંતોષકારક કામગીરી થયેલ નથી કે કોઈ કાયમી ઉકેલ લાવેલ નહોતા. આથી રહીશોએ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગટર બાબતે નિકાલ ન થતા મતદાન બહીષ્કારની અરજી આપતા તાત્કાલીક તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી યોગીનગર વિગેર સ્થળ પર દોડી આવી બાંહેધરી આપી હતી કે, સોસાયટીનો રસ્તો યોગીનગર ગ્રામ પંચાયતમાં આવે છે પણ મેઈન રસ્તા પરની ગટર લાઇન નડિયાદ નગરપાલિકા હસ્તક હોઈ જે ચોકઅપ હોઈ અમે નડિયાદ નગરપાલિકામાં વાત કરી નિકાલ કરી આપીશ તેવી બાંહેધરી આપી હતી. આથી સ્થાનિકોએ લોકશાહીનું ખનન ન થાય અને માન આપી મતદાન કરેલ,પરંતુ ત્યારબાદ તલાટી યોગીનગર તથા તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે અમે નગરપાલિકામાં વાત કરેલ છે તેઓ તમારા પ્રશ્નનો નિકાલ કરશે. આ અંગે નગરપાલિકામાં પણ કોન્ટેક કરવા પ્રયત્ન કરેલ પણ તેઓ દ્વાર પણ કોઈ કાર્યવાહી ન થતા અમો ત્રણેય સોસાયટીઓએ આશરે ૫૦ હજાર જેટલો સ્વ ફાળો એકત્ર કરી ગટર સફાઇ કરી હતી. ત્યારબાદ પણ થોડોક પ્રશ્ન ચાલુ રહેતા કલેકટર કચેરીમાં કામ કરતા સ્વીપરોને રજાના દિવસે બોલાવી મહાપરાણે સમજાવી તેઓને તેમની મહેનતાણા મુજબ મહેનતાણુ આપી ગટર સફાઈ કરેલ જેથી આશરે એક-બે મહીના માટે ગટરનો પ્રશ્નનો ઉકેલ આવ્યો હતો પણ વળી પાછી સ્થિતિ જે‌સે થેની સ્થિતિએ છે. હાલ ચોમાસુ આવતા ગટરનો પ્રશ્ન ફરી ઉપસ્થિત થઈ ગયેલ છે. આ વખતે ગટરનુ ગંદુ પાણી ભરાતા આરસીસી રોડ તૂટી ગયો છે અને રોડ તેમજ ઘર આંગણે નાખેલા બ્લોકમા લીલ વળી ગઈ છે. જેના કારણે કેટલાક લોકો ચાલતા તો ટુ વ્હિલર વાહનો પણ લપસે છે. તાજેતરમાં પડી જવાથી એક મહિલાને હાથે ફેક્રચર પણ થયું છે.

અમે ગ્રામ પંચાયત યોગીનગરને વાત કરતા તેઓ દ્વારા કોઈ ઉકેલ ના લાવવામા આવ્યો નહોતો. નગરપાલિકામા જતા જવાબ આપવામાં આવેલ કે હાલ અમારે ગટરના આખા નડિયાદમા પ્રશ્ન ચાલે છે જેથી હાલ તાત્કાલીક તમારા ત્યા આવી કામ થઈ શકે તેમ નથી. વધુમાં જણાવેલ કે હાલ રામતલાવડી નડિયાદ ખાતે એક અગાઉ ભુવો પડેલ તેવો જ એક બીજો મોટો ભૂવો પડી ગયેલ છે જે કામગીરી પુર્ણ ના થાય ત્યા સુધી તમારો ગટરનો પ્રશ્ન આવો જ રહેશે તેમ જણાવેલ છે. તથા આ કામગીરી એક માસ કરતા વધુ સમય લાગશે તેમ જણાવેલ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરી છે અને જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ડભાણ રોડ પર ચક્કાજામ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં સામુહીક આપઘાતમાં માતા અને પુત્રનું મોત બાદ પતિને હોસ્પિટલ ખસેડાયા

ProudOfGujarat

ખોડલધામ મહિલા કમીટી ,અંકલેશ્વર ની બહેનો તેમના સમાજ અને શહેર માટે અનેકવિધ સેવાકિય, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરી રહી છે

ProudOfGujarat

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફ્રી શીપ કાર્ડ આપવા બાબતે આદીજાતિ વિકાસ મંત્રીને રજૂઆત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!