Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ આઇ.સી.ડી.એસ. દ્વારા મિલેટ્સમાંથી બનતી વાનગીઓની “વાનગી સ્પર્ધા” યોજાઇ.

Share

ભારતની પરંપરાગત ખેત પેદાશો (શ્રી અન્ન) ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાનના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ-૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનુ નક્કી કર્યુ છે. જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ (આઇ.સી.ડી.એસ.), જિ.ખેડાના નડિયાદ તાલુકા ખાતે ઘટક કક્ષાનો મિલેટ્સમાંથી બનતી વાનગીની “વાનગી હરીફાઇ” નું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં નડિયાદ ઘટક-૦૧,૦૨,૦૩ ની સેજા કક્ષાએ પ્રથમ ત્રણ નંબર પામેલ આંગણવાડી કાર્યકરો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત સી.ડી.એસ.ના તમામ લાભાર્થી તથા છેવાડાના લોકો સુધી મિલેટ્સ તથા તેમાંથી બનતી પોષણયુક્ત વાનગી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી, સાથે સાથે પ્રાંત અધિકારીશ્રી દ્વારા પણ મિલેટ્સમાંથી બનતી વાનગીઓ વિશે માહિતી આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં ત્રણેય ઘટકના પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાંત અધિકારી નડિયાદ, તાલુકા વિકાસ અધિકારી નડિયાદ, બાળ વિકાસ યોજના અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, મુખ્ય સેવિકાઓ, એસ.એ., પોષણ અભિયાન સ્ટાફ, પીએસઈ ઇન્સ્ટ્રક્ટર તથા આંગણવાડી કાર્યકર બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કિમ રેલ્વે સ્ટેશન ખાતેથી ચોરીના મોબાઈલ ફોન સાથ ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ભરૂચ : VNSGU યુનિવર્સિટીમાં પરીક્ષાનું પેપર લીક થવા મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

કરજણ:ધી વલણ હાઇસ્કૂલની વિદ્યાર્થીની ધોરણ ૧૦મા કરજણ તાલુકામાં પ્રથમ ક્રમાંકે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!